ગુજરાતી સાહિત્ય
ભાગ-૫
૧ર૧.ક.મા.મુનશીએ સાહિત્યના ક્યાં સ્વરૂપમાં ખેડાણ કર્યુ નથી? 
- કવિતા
૧રર.સાહિત્યના કયાં ક્ષેત્રમાં કાકાસાહેબનું યોગદાન વિશેષ રહેલું છે? 
- લલિતનિબંધ
૧ર૩.ગુજરાતનાં વિશ્વકોષમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે? 
- ધીરૂભાઈ ઠાકર
૧ર૪. ‘આ નભ ઝુક્યું તે કાનજી’ ગીતના પ્રણેતા કોણ છે? 
- પ્રિયકાન્ત મણિયાર
૧રપ. ‘તારી આંખનો અફીણી’ ગીતના કવિ કોણ છે? 
- વેણીભાઈ પુરોહિત
૧ર૬.૧૮પ૭ નાટકના રચયિતા કોણ છે? 
- દર્શક
૧ર૭.રસિયો વાલમ નાટકના રચયિતા કોણ છે? 
- જયભીખ્ખુ
૧ર૮.ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે? 
- બાલાશંકર કંથારીયા
૧ર૯.ગુણસુંદરી કંઈ નવલકથાનું પાત્ર છે? 
- સરસ્વતીચંદ્ર
૧૩૦.સત્યાર્થ પ્રકાશનાં લેખક કોણ છે? 
- સ્વામી દયાનંદ સરસ્વતી
૧૩૧.ગુજરાતી સાહિત્યમાં પ્રથમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો? 
- હેમચંદ્રાચાર્ય
૧૩ર.લોહીની સગાઈનો સાહિત્ય પ્રકાર કયો છે? 
- નવલિકા
૧૩૩.ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી? 
- ક.મા.મુનશી
૧૩૪.પ્રેમાનંદ સાહિત્ય સભા કયાં આવેલી છે? 
- વડોદરા
૧૩પ.કલમના ખોળે માથું મુકી જીવવાની પ્રતિજ્ઞા કોણ કરે છે? 
- નર્મદ
૧૩૬.સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે? 
- કાકાસાહેબ કાલેલકર
૧૩૭. ‘અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા’ કયો છંદ છે? 
- મંદાક્રાન્તા
૧૩૮.‘યશ ગાથા ગુજરાતની’ કાવ્યના કવિનું નામ શું છે? 
- રમેશ ગુપ્તા
૧૩૯.‘નાતિક બહાર આવ્યો’ આવ્યો શબ્દ કયું પદ છે? 
- ક્રિયાપદ
૧૪૦. ‘અંધેરી નગરી’ કાવ્યના કવિ કોણ છે? 
- દલપતરામ 
૧૪૧. કયા કવિ મુંબઈને પુચ્છ વગરની મગરી સાથે સરખાવે છે ? 
- નિરંજન ભગત 
૧૪ર. ‘કાળજા કેરો કટકો મારો’ પંકિતના કવિ કોણ છે ? 
- કવિ દાદ
૧૪૩. જીવરામ ભટૃ કંઈ કૃતિનું યાદગાર પાત્ર છે ?  
- મિથ્યાભિમાન 
૧૪૪. ‘ જનનીની જોડ સખી નહી જડે રે લોલ ’ કાવ્યપંકિત કોની છે ? 
- બોટાદકર
૧૪પ. ‘‘ અર્થ વગરની જીવનમાં ભળતી અને જીવનને શણગારતી નથી ’’  આ કોણ લખી છે ?  
- કાકાસાહેબ કાલેલકર