6305

તાલાળા તાલુકાના જશાધાર ગામે આજે મતદાનના દિવસે ૮૭ વર્ષની ઉંમરે રામોલીયા લાધાભાઈ રણછોડભાઈએ મતદાન કર્યુ હતું.
ગીર સોમનાથ જિલ્લાના ૯૧-તાલાળા વિધાનસભા મત વિસ્તારમાં આવતા જશાધાર ગામના વયોવૃધ્ધ લાધાભાઈ રામોલીયાએ આજે સવારે બુથ નંબર ૧૦ર/રપ૮ મતદાન મથક જશાધાર-ર, પ્રા. શાળા ખાતે મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થયા હતા. લાધાભાઈએ મતદાન કરી જણાવ્યું હતું કે, આજે મારી ઉંમર ૮૭ વર્ષ હોવાની સાથે હું સારી રીતે લાકડીના સહારે પગપાળા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી સતત યોજાતી ચૂંટણીઓમાં મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થાવ છું.