બગદાણા ખાતે હજારો શ્રધ્ધાળુઓ ઉમટશે

2810

બગદાણા ખાતેના પૂ.બજરંગદાસબાપાના ગુરૂ આશ્રમ ખાતે આજે હજારો શ્રધ્ધાળુજનોની ઉપસ્થિતિમાં મહિમાપૂર્ણ ગુરૂપૂર્ણિમા મહોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. ભક્તિભાવ ભર્યા માહોલ વચ્ચે બાપાના ધામમાં ગુરૂ મહારાજના ચરણોમાં શીષ નમાવવા બહોળી સંખ્યામાં ભાવિકો પધારશે. પ્રતિવર્ષની જેમ આરતી તેમજ ગુરૂપૂજનના કાર્યક્રમોમાં સૌ સામેલ થઈ દર્શનનો લાભ લેશે. ગુરૂઆશ્રમ ખાતે આવતા મોટા માનવ સમુદાય માટે દર્શન વિભાગ, રસોડા વિભાગ, ચા-પાણી, પાર્કિંગ, સિક્ટોરીટી વિભાગ સહિતના અલગ-અલગ વિભાગોમાં આજે પાંચ હજારો જેટલા સ્વયંસેવકો ખડેપગે સેવા બજાવશે. પોલીસ વિભાગનો પણ ચુસ્ત બંદોબસ્ત રહેશે. ગુરૂપૂર્ણિમા મહોત્સવમાં ભાગ લેવા આવતા દરેક યાત્રાળુઓ માટે વ્યવસ્થા ખાતર બહેનો અને ભાઈઓ માટે અલગ-અલગ રસોડા ખોલવામાં આવ્યા છે. ગુરૂપૂનમની પૂર્વ સંધ્યાથી જ પૈદલયાત્રીઓ સહિત સૌ યાત્રાળુજનો બગદાણા મોટીસંખ્યામાં પહોંચી રહ્યાં છે. બગદાણા તરફ જતા માર્ગોમાં પણ સેવાભાવી લોકો-સંસ્થાઓ દ્વારા ચા-નાસ્તા તેમજ ભોજનની સેવા પુરી પાડી રહ્યાં છે. તમામ ટ્રસ્ટીગણ તેમજ કાર્યકરો, સ્વયંસેવકો દ્વારા અહી સુંદર આયોજન સાથે વ્યવસ્થા-સેવા થઈ રહી છે.

Previous articleસિહોર ક્રિકેટ છાપરીએ ટ્રકના ખડકલા
Next articleઆજે ગોહિલવાડ ગુરૂભક્તિમાં લીન બનશે