ઘેલો નદીમાંથી ખનીજ ચોરી કરતા સાત શખ્સો ૪૨ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપાયા

2221

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ બોટાદ એલ.સી.બી./એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી. ના  ભગવાનભાઇ, ક્રિપાલસિંહ, બળદેવસિંહ તથા એસ.ઓ.જી. સ્ટાફના ભગીરથભાઇ, પરાક્રમસિંહ વિગેરે ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે લાખણકાથી ઇશ્વરીયા જવાના માર્ગે ઘેલો નદીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા લાલાભાઇ વરજાંગભાઇ ડાંગર રહે.લાખણકા, બાલાભાઇ સારાભાઇ સોહલા રહે.પીપળ, મુનાભાઇ વજેકરણભાઇ ડાંગર રહે.લાખણકા, બુધેશભાઇ વજેકરણભાઇ ડાંગર રહે. લાખણકા,  વાલાભાઇ રામભાઇ ડાંગર રહે.લાખણકા, રાણાભાઇ ખેંગારભાઇ ડાંગર રહે.લાખણકા, રાહાભાઇ વજેકરણભાઇ ડાંગર રહે. લાખણકા, ઉપરથી લોડર વાહન નંગ-૦૨ કી.રૂ.૧૪,૦૦, ૦૦૦/- ડમ્પર વાહન નંગ-૦૨ કી.રૂ.૨૫,૦૦,૦૦૦/- ફોરવ્હીલ નંગ-૦૧ કી.રૂ.૨,૦૦,૦૦૦/- મો.સા. નંગ-૦૩ કી.રૂ. ૯૫,૦૦૦/-  મોબાઇલ ફોન નંગ-૧૧ કી.રૂ.૮,૦૦૦/- તથા ડમ્પર વાહનમાં ભરેલ રેતી ટન એક કી.રૂ.૫૦૦/- મળી કુલ કી.રૂ.૪૨,૦૩,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ તેમજ મુકેશભાઇ જીણાભાઇ સેફાતરા કાંતીભાઇ ઓડ , બાબુભાઇ બારૈયા, હાજર નહી મળી આવતા ઉપરોકત તમામ વિરૂધ્ધ ઇપીકો ક.૩૭૯,૧૧૪ તથા ગુજરાત ખનીજ ખાણ અને હેરફેર સંગ્રહ નિવારણ ૨૦૦૫ ની કલમ ૪(૧),૪(૧)(એ),૨૧(૧) મુજબનો ગુન્હો ગઢડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

Previous articleસિહોરમા અપમૃત્યુનાં ત્રણ બનાવો
Next articleસિહોરમાં બન્યો અજીબ કિસ્સો ચોર અને મકાન માલીક વચ્ચે બઘડાછટી