7027

ગુજરાત સરકાર દ્વારા જુન ૨૦૧૮થી શાળાઓમાં શરૂ થનાર નવા શૈક્ષણિક સત્રથી મુખ્ય વિષયોના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર આવી રહ્યો છે. જેના પગલે ધો. ૧ થી ૧૨ સુધીમાં કનિદૈ લાકિઅ ધો. ૧૦ અને ૧૨ સિવાઈના તમામ ધોરણોમાં મહત્વના વિષયોના નવા પાઠયપુસ્તકો આવશે. હાલ ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગના બદલે નેશનલ કાઉન્સીલ  ઓફ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (એન.સી.ઈ.આર.ટી.) આધારિત અનુવાદિત પાઠયપુસ્તકો અમલમાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓને નીટ અને જેઈઈ આધારીત પરીક્ષાઓ માટે સજજ કરવા પ્રથમ વખત એનસીઈઆરટી દ્વારા બનાવવામાં આવેલ અકીલા પાઠયપુસ્તકો અભ્યાસક્રમમાં મુકાશે. અત્યારે નવા પાઠયપુસ્તકોની ચકાસણીનું કામ ચાલી રહ્યુ છે. આજથી બે દિવસ ગાંધીનગરમાં ગુજરાતી માધ્યમના નવા પાઠયપુસ્તકોની ચકાસણી માટે રાજ્યભરના શિક્ષણ ક્ષેત્રના વર્ગ-૨ના પસંદગીના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કે જુન ૨૦૧૮થી ગુજરાતી માધ્યમમાં નવા પુસ્તકોનો અમલ થશે. અન્ય માધ્યમમાં અમલ ત્યાર પછીના  વર્ષે થશે. ધો. ૧૦ અન ૧૨ સિવાય ધો. ૧ થી ૧૧માં મુખ્ય વિષયોના નવા પાઠયપુસ્તકો આવી રહ્યા છે. જેમાં ધો. ૧ થી ૮મા ગણિત, ધો. ૬ થી ૮માં વિજ્ઞાન તથા ધો. ૬ થી ૮માં ગણિત અને વિજ્ઞાન,ધો. ૩માં પર્યાવરણ, ધો. ૬ મા સામાજિક વિજ્ઞાન તથા ધો. ૧૧ સાયન્સમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવશાસ્ત્ર અને ગણિતનો સમાવેશ થાય છે. આ તમામ પુસ્તકો એનસીઈઆરટી આધારીત હશે. ગુજરાતમાં પ્રાથમિક શાળામાં ૮૦ લાખ જેટલા અને માધ્યમિક શાળામાં ૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તેથી નવા પાઠયપુસ્તકોનો નિર્ણય આશરે ૯૦ લાખ વિદ્યાર્થીઓને અસરકર્તા બનશે