7030

ગાંધીનગર નજીક આવેલ ખોરજ ગામે પ્લોટ નં. ર૯ ના ગોડાઉનમાંથી વિદેશી દારૂ તથા બિયરનો ૪પ લાખનો દારૂ ઝડપાયો હતો જેનો મુખ્ય આરોપી અનિલ ધીરજભાઈ ઉર્ફે ધીરૂભાઈ પટેલ તથા જિજ્ઞેશ ઉર્ફે જીગો મહેશભાઈને અડાલજ પોલીસે ઝડપી પાડયા હતા. જેમને કોર્ટ સમક્ષ રજુ કરતાં અનિલના દિવસ પ તથા જિજ્ઞેશના દિવસ બે ના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે. આ અંગે આરોપીઓની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.