7897

શહેરના કુંભારવાડા હાઉસીંગ બોર્ડ ખાતે મોડીરાત્રે ઘર પાસે પાર્ક કરેલ એકટીવા સ્કુટરને કોઈ અજાણ્યો શખ્સે સળગાવી દીધુ હતું.
પ્રાપ્ત વિગત મુજબ, હાઉસીંગ બોર્ડ હનુમાનજી મંદિર પાસે દરબારગઢ ખાતે રહેતા કુલદિપસિંહ હરદેવસિંહ ગોહિલની માલિકીનું એકટીવા સ્કુટર નંબર જીજે૪સીપી ૯૧ર૩નું ઘર પાસે પાર્ક કર્યુ હતું. જે કોઈ અજાણ્યો શખ્સ મોડીરાત્રે સળગાવી દીધુ હતું. બનાવની જાણ થતા સ્થાનિકો એકઠા થયા હતા અને પાણી છાંટી સળગતા સ્કુટરને ઓલવી નાખ્યું હતું.