4785

અમરેલી જિલ્લાના બાબરા પોલીસ મથકનાં પ્રોહિબીશનના ગુનામાં ચાર વર્ષથી ફરાર બોટાદ શહેરના શખ્સને આર.આર. સેલની ટીમે ઝડપી લીધો હતો.
ભાવનગર રેન્જના આઈજીપી અમિતકુમાર વિશ્વકર્માની સુચના મુજબ નાસતા ફરતા આરોપીને પકડવાની ઝુંબેશ અનુસંધાને આર.આર. સેલના એએસઆઈ વી.ડી. ગોહિલ તથા હેડ કોન્સ. કિરણભાઈ સોલંકી સાથે બોટાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ. કિરણભાઈ સોલંકીને બાતમી રાહે મળેલ હકિકત આધારે અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી નાસતો ફરતો આરોપી કિશોરભાઈ નકુભાઈ ધાંધલ જાતે. કાઠી દરબાર ઉ.વ.ર૬ રહે.બોટાદ વિવેકાનંદ સોસાયટીવાળાને અટક કરી બોટાદ પોલીસ સ્ટેશને સોંપી આપવામાં આવેલ.