7870

જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી દ્વારા અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડનુ આધૂનિકીકરણ કરવા માટે અને આંતરરાષ્ટ્રીય પર્યાવરણ નિયમો સાથે સુસંગત માળખાની રચના કરવા માટે રૂ. ર૦ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. જેથી વિશ્વના ખૂણેખૂણેથી જહાજો અલંગ રીસાયકલીંગ યાર્ડ ખાતે રીસાયકલીંગ માટે આવશે અને તે દ્વારા રોજગારીમાં વધારો થશે. 

ભાવનગર શહેર માટે બજેટમાં ખાસ 
• નારી સર્કલ - ફલાય ઓવર/રોડ બનાવવા રૂ. ર૦ કરોડની જોગવાઈ
• પશ્ચિમ ભાવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૮ કરોડની જોગવાઈ 
• કુંભારવાડા જવાહર કોલોની પાસે રેલવે અન્ડરબ્રિજ બનાવવા માટે રૂ. ૭ કરોડની જોગવાઈ