ઇલાહી ઇંતજામ -ઈશ્વરીય વ્યવસ્થાનો સ્વીકાર કરો અને સુખ શાંતિ અને પ્રેમ પ્રાપ્ત કરો

2261

ઈમાન ઈમાનદારી શ્રધ્ધા ઇલાહીયત ઉપર વિશ્વાસ ઈશ્વર અલ્લાહ ઉપર ભરોસો વિવિધ સમયે સ્થિતિ અને વાતાવરણના આધારે

વારંવાર ઉપયોગમાં લેવાતા અને ઉચ્ચારણમાં સંભળાતા શબ્દોને ક્યારેક હસવામાં અને ક્યારેક  અશક્તિ અણઆવડત કે અયોગ્યતાના નામો આપી મદમસ્તીમાં મલકાતા નજરે પડે છે,

આ તક્સાધૂઓ ઈશ્વરમાં શ્રધ્ધા નહીં ધરાવતા હોવા છતા, ઈશ્વર સાથેની નિકટતાનો ઢોંગ રચીને , અજ્ઞાની આળસુ બીકણ પ્રજાને ઈશ્વરીય આદેશોના આચરણ કર્યા વગર જ સ્વર્ગ અને મોક્ષના દીવા સ્વપ્નો ધોળા દિવસે દેખાડી ગુજરાન ચલાવતા દરેક સમયે જોવામાં આવ્યાં છે વાંચવામાં આવ્યાં છે

લોકોને પણ આવા ટૂંકા રસ્તાં ના વેપારીઓ નો સંગ ખૂબ ગમતો હોય છે  કારણ વેપારીઓને એના વર્તમાનને વેચી એની આજને રંગીન બનાવી લેવી હોય છે

આખેરત,  ન્યાયનો દિવસ,  અનંત સમયની કાયમી જીંદગી,  અને ઇલાહી ન્યાય,  ઉપર આવા તક્સાધૂઓનો વિશ્વાસ હોતોજ નથી

એ હજારો ઉદાહરણોથી સાબિત થઈ ચૂક્યું છે અને દરેક સમયની માનવતાએ અનુભવ પણ કર્યો જ છે છંતા આવાં લોકોને જ વર્તમાન ભૂત ભવિષ્ય ના રક્ષક માની ને જ “ઇલાહી કૃપા” નો અલ્લાહના કરમનો ટૂંકો રસ્તો પસંદ કરતા લોકો માટે બોધપાઠ લઈ શકાય એવાં બનાવો દરેક વ્યક્તિઓ ની આસપાસ અને દરેક વ્યક્તિના સમયમાં બનતા જ રહે છે. પરંતુ ઇલાહી કૃપા અને અલ્લાહ નો કરમ હોય તો જ શ્રધ્ધા (ઈમાન)નો વહેમ વાસ્તવિકતામાં પરિવર્તન પામે છે

કરોડો લોકોને ઈમાનદાર હોવાનો ભ્રમ હોય છે (ઈમાનદાર = નિરંજન નિરાકાર ઇલાહી શક્તિઓ જ સમગ્ર સૃષ્ટિઓ ને ઉત્પન્ન કરેં છે નિયંત્રિત કરેં છે અને નષ્ટ પણ એજ કરશે)

મારાં અલ્પજ્ઞાન મુજબ આ સ્થિતિને હું “ઇન્તજામ એ ઇલાહી” કેહતો રહું છું ત્યારે કેટલાંકને માર્મિક હસતા જોયા છે

કારણો એમનું ઈમાન અને ઇલાહીયત ઉપરની શ્રધ્ધા કરતા એમના બુધ્ધિ કૌશલ્ય,યોજનાઓ, કાવતરાઓ,અને શૈતાની દિમાગમાં થી ઉત્પન્ન થતાં આસુરી વિચારોની સુનામી જ મૂળ કારણ હોય છે

જ્યારે ઇલાહીયતની કૃપા થાય ત્યારે શ્રધ્ધા અતૂટ અને અવિચલ સરળતા પ્રાપ્ય બને છે જ્યારે ઇલાહીયત અને ઈમાન સાથેનું જોડાણ નહીવત હોય કે સદંતર નથી હોતું ત્યારે જ …ઈર્ષા કાવતરા અને સહજ ભાવે અસત્ય ને સત્ય બનાવી રજૂ કરતા લોકો ક્યારેય ભયભીત નથી થતાં અદ્રશ્ય અમાપ શક્તિઓનો ભય નથી રેહતો કે નથી પ્રેમ કે  આદરનો અંશ નજરે પડતો એટલે જ સામાન્ય માણસ ત્રાહિમામ પોકારી ઊઠે છે અને  એવાં બનાવોને પણ પડકારવા ને બદલે એજ આસુરી રેલીઓ માં મને કમને જોડાઈ ને પોતાનું આયખું પૂરું કરેં છે

જીંદગી જીવી જાય છે અને ઇલાહી ઇંતજામનું અસ્તિત્વ જ નથી એવું જાતે મનોમન સ્વીકારી લેતા હોય છે

એક બે ઉદાહરણો સામાન્ય જ્ઞાન ધરાવતા અને ઇલાહી ઇંતજામ (ઈસ્લામિક વિચાર ધારામાં સંબોધન છે “યા અય્યૂઅલ લઝીના આમનુ” અય ઈમાન વાળાઓ, લોકબોલીમાં ઈમાનદાર શ્રધ્ધાળુ ) ધરાવતા મનુષ્યો માટે પૂરતા થઈ જશે. માનવ સહજ પ્રયત્નો દ્વારા  મુસલમાનોની ત્રણ ખંડોમાં દુન્યાવી સત્તા સ્થાપિત થઈ ગઈ પ્રયત્નો નું પરિણામ હતું એટલું સ્વીકારી ચાલજો,૮૫૦વર્ષ ની સ્પેનમાં સ્થાપિત  ઉસ્માનિયા સલ્તનત સાડા આઠ કલાકમાં જી હાં ૮ કલાક અને ત્રીસ મિનિટમાં ઇતિહાસ ના પાના ઉપર થી ભૂંસાઈ ગઈ હતી, ભારતના ૫૬૨ દેશી રજવાડાઓ ગણતરીના દિવસોમાં ભૂતપૂર્વ થઈ ગયા હતા અને થતાં રેહશે આજ ના વર્તમાનમાં ધીરુભાઈ અંબાણી ના જીવનના ૬૪ માં વર્ષે અસ્તીત્વ માં આવેલી ગઈકાલે જન્મેલી રિલાયન્સ વિશ્વમાં આર્થિક સામ્રાજ્ય ની ટોચે બેઠી છે, ૭૦૦ /૮૦૦વર્ષ ની  મોગલ સલ્તનતના કાંગરા ક્યાંય કબ્રસ્તાનો માં દફન થઈ ગયા આજ છે “ઇન્તજામ એ ઇલાહી આજ છે ઈશ્વરીય વ્યવસ્થા અને બન્ને વચ્ચે નું અંતર અને આ જ ઇલાહી વ્યવસ્થાના સ્વીકાર નું નામ છે ઈમાન, શ્રધ્ધા,  વિશ્વાસ,  ભરોસો,

તો આપણી આજ શું છે ? ઇલાહી ઇન્તજામ વ્યવસ્થા નો એક આપણા ભાગે આવેલો એક  હિસ્સો જેને આપણે નિરાભિમાની થઈ ને જીવનમાં જીવંત કરી “સુખ શાંતિ અને પ્રેમના સ્વરૂપે ભોગવવા નો પણ છે અને આજ માધ્યમ  દ્વારા ઈશ્વરીય ઇલાહી વ્યવસ્થાનો વ્યાપ વધારવાનો છે

આજ આપણી માનવ ઉત્પત્તિ નું કારણ છે ! નહીંતર એ નિરંજન નિરાકાર અમાપ શક્તિ ઓ નો સર્જનહાર છે એક ઇરાદા થી “કુન” થઈ જા એટલે સમગ્ર સૃષ્ટિઓ એને ગમતી સ્થિતિ માં પરિવર્તિત કરી દેતા એને પલક ઝપક થી પણ ઓછો સમય લાગે એટલો શક્તિમાન છેઅય એના ઉત્પન્ન કરેલાઓ ઈર્ષા અભિમાન કામ ક્રોધ વાસનાઓ કાવતરાઓ દ્વારા ઇલાહી ઇન્તજામને પડકારો કરનારાઓ …ચેતી જાવ જાગી જાવ અને રૂક જાવ. કરોડો ચાલ્યા ગયા કરોડો ચાલ્યા જશે એજ બાકી છે એજ રેહવાનો છે બીજી શ્વાસના ભિખારીઓ ..વિશ્વાસ કરો અને પૂરો વિશ્વાસ કરો ગઈકાલ આજ અને આવતીકાલ એનોજ “ઇન્તજામ” છે

એની જ વ્યવસ્થા છે

સ્વીકારો અને સુખ શાંતિ પ્રેમ અને સ્વીકાર ભાવ સાથે એને ગમતાઓમાં શામેલ થઈ જાઓ સમગ્ર સૃષ્ટિઓનો સર્જનહાર મને તમને અને સહુને એના પ્રીતમોની વાસ્તવિકતાને સમજવા માટે ની શક્તિઓ અર્પણ કરેં એમના પ્રીતમોના પ્રીતિપાત્ર બનાવે સમગ્ર સૃષ્ટિને એના જાહેર થનારા “અંશ”દ્વારા એને ગમતી સુખ શાંતિ સમૃદ્ધિ સુરક્ષાને સ્થાપિત કરી દે એના ઇલાહી ઇન્તજામના સ્થાપક ની પ્રતીક્ષા કરતા ગયેલા, આજે પ્રતીક્ષા કરતા, અને આવનારા સમયના પ્રતીક્ષા કરનારાઓને,  એના ઇલાહી ઈશ્વરીય વ્યવસ્થા સ્થાપકના સદેહે સામીપ્યની કૃપાથી લાભાન્વિત કરે ઇલાહી આમીન “એ સમગ્ર સૃષ્ટિઓ ના પાલનહાર”

Previous articleઇમરાન ખાનને ફટકોઃ હરાજી માટે ૪૯ સરકારી વાહનો, વેચાયુ માત્ર એક…!!
Next articleદિશા પાટનીના સુપર હોટ ફોટોને લઇ ફરી ચર્ચા શરૂ