બાળ વિકાસ અને મનોવિજ્ઞાન ભાગ ૮
૨૪૬. જર્મન શારીરિક શિક્ષણની ધારણા મુજબ બધી રમતોની માતા કઈ રમત છે? 
- દ્વંદ્વ યુદ્ધ 
૨૪૭. માથાના મધ્યભાગનો સંબંધ કોને નિયંત્રિત કરે છે?
 - ગ્રંથિતંત્રને 
૨૪૮. બાળકોને શીખવાનું મુખ્ય કોના પર આધારિત છે? 
- આયુષ્ય 
૨૪૯. નર્સરીમાં બાળકો શેના દ્વારા ઝડપી શીખે છે? 
- અનુકરણ દ્વારા 
૨૫૦. બાલ્યાવસ્થામાં વ્યક્તિનો મુખ્ય વ્યવહાર કોનાથી પ્રભાવિત હોય છે? 
- પરિવાર 
૨૫૧. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વિકસાવવામાં સૌથી મહત્વની પદ્ધતિ કઈ છે?
 - શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર 
૨૫૨. બાળકોના સ્વસ્થ દાંત અને હાડકાં માટે શું જરૂરી છે?
 - કેલ્શિયમ અને ફોસ્ફરસ
૨૫૩. બાળકોને બી.સી.જીની રસી શાની માટે આપવામાં આવે છે?
 - ટી.બી.
૨૫૪. બાળકમાં કલ્પનાત્મક ચિંતન કઈ ઉંમરમાં શરૂ થાય છે?
 - ૧૨ વર્ષ 
૨૫૫. બાળકની મગજશક્તિની ઉર્જા માટે કયા સ્રોત મુખ્ય છે? 
- ગ્લુકોઝ 
૨૫૬. ભારતમાં ૧૯૨૦માં પ્રથમ મોન્ટેસરી સ્કૂલ શરુ કરનાર કોણ? 
- તારાબાઈ 
૨૫૭. ગામડાના બાળકોને શિક્ષણ આપવાની સર્વોત્તમ પદ્ધતિ કઈ છે? 
- પ્રદર્શન 
૨૫૮. બાળકને દાંત આવવાનું ક્યારે શરૂ થાય છે?
 - છ મહિને 
૨૫૯. નાના બાળકોને ભોજનમાં સૌથી વધારે શું હોવું જોઈએ? 
- પ્રોટીન 
૨૬૦. વિટામીન એ મુખ્ય શામાંથી મળે છે? 
- ગાજર 
૨૬૧. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન હોય છે. - આ કોણે કહ્યું? 
- અરસ્તુ 
૨૬૨. બાળકોની રમતો માટે ઉપયોગી શૈક્ષણિક સાધન કયું? 
- દ્રશ્ય શ્રાવ્ય સાધન 
૨૬૩. બુનિયાદી શિક્ષણ કોના આદર્શ પર આધારિત છે? 
- ગાંધીજી
૨૬૪. વિદ્યાર્થીઓને વ્યવસાયી શિક્ષણ શીખવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
 - પ્રયોગાત્મક 
૨૬૫. મધ્યાહન ભોજન યોજના ક્યારે શરૂ થઇ? 
- ૧૫ ઓગસ્ટ ૧૯૯૫
૨૬૬. નવોદય વિદ્યાલયનો પ્રારંભ ક્યારે થયો?
 - ૧૯૮૬
૨૬૭. એટલાસ ઓફ મેન નામનું પુસ્તક કોણે લખ્યું? 
- શેલ્ડન 
૨૬૮. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ પ્રમુખ કોણ હતા? 
- દોરાબજી ટાટા
૨૬૯. કોઠારી કમિશન પ્રમાણે મૂલ્યાંકન શું છે?
 - સતત પ્રક્રિયા 
૨૭૦. ટીનએજનો સમય કયો છે? 
- ૧૩થી ૧૯ વર્ષ 
૨૭૧. કેળવણીને અંગ્રેજીમાં શું કહે છે? 
- ઈડ્ઢેંઝ્રછ્‌ઈ 
૨૭૨. બાળકોના શીખવા પર સૌથી વધુ પ્રભાવ કોનો પડે છે? 
- પ્રેરણાનો 
૨૭૩. કોલના મતે મધ્ય બાલ્યાવસ્થા કઈ છે? 
- ૬થી ૧૨ વર્ષ
૨૭૪. શિક્ષકના વાણી વર્તનમાં તફાવત ન હોવા જોઈએ આ મત કોનો છે?
 - મેકેનન
૨૭૫. કોના મતે શિક્ષણ એ જરૂરિયાત છે? 
- ડ્યુઈ
૨૭૬. એજ્યુકેશન શબ્દ મૂળ કઈ ભાષાનો છે? 
- લેટીન
૨૭૭. જ્ઞાનાત્મક હેતુઓને સંબંધ કોની સાથે છે? 
- મગજ 
૨૭૮. ભારતમાં મૂલ્યાંકન માટે લેખિત પરીક્ષાની શરૂઆત ક્યારથી થઇ?
 - ૧૮૯૦થી 
૨૭૯. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી - આ કોણે કહ્યું છે? 
- એચ.જી.વેલ્સે 
૨૮૦. શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ બનાવે છે - આ વ્યાખ્યા શેમાંથી લેવાઈ છે? 
- ઋગ્વેદ