ગુજરાતી સાહિત્ય
ભાગ-૪
૯૧. ‘નળાખ્યાન’ ની રચના કોણે કરી ? 
- પ્રેમાંનદ
૯૨. ‘અનલહક’ એટલે શું ?
- હુ બ્રહ્મ છું
૯૩. હાઈકુમાં કેટલી પંકિતઓ હોય છે ?
- ત્રણ
૯૪. બાળકેળવણીની મૂછાળી મા કોણ કહેવાતું ?
- ગિજુભાઈ બધેકા
૯૫. ગુજરાતના મૂકસેવક એટલે કોણ ?
- રવિશંકર મહારાજ
૯૬. ગુજરાતી ભાષાનો ‘સાર્થ જોડણીકોશ’ કઈ સંસ્થાનું પ્રકાશન છે?
- ગુજરાત વિદ્યાપીઠ
૯૭. કયું ઉપનામ રામનારાયણ વિ.પાઠકનું છે ?
- દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી
૯૮. ‘ડિમલાઈટ’ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.
- એકાંકી
૯૯. અખો કયા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે ?
-  છપ્પા
૧૦૦. સોનેટનો ઉદ્‌ભવ કયા થયેલો ગણાય છે ? 
- ઈટાલી
૧૦૧.બત્રીસ પૂતળીની વેદનાના રચયિતા કોણ છે? 
- ઇલા આરબ મહેતા 
૧૦ર.ઈલા કાવ્યોની રચના કોણે કરી?  
- ચંદ્રવદન મહેતા
૧૦૩.ગુજરાતી એબ્સર્ડ પ્રકારના નાટકોના રચયિતા કોણ છે? 
- ચંદ્રવદન મહેતા
૧૦૪.અલ્લાબેલી નાટકના લેખક કોણ છે? 
- ગુણવંતરાય આચાર્ય
૧૦પ.પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ કોણ છે? 
- સિતાંશુ યશ્ચંદ્ર
૧૦૬.ભદ્રંભદ્રના લેખક કોણ છે? 
- રમણલાલ નીલકંઠ
૧૦૭.‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ - કોની પંક્તિ છે?
 -  ખબરદાર
૧૦૮.‘જાતર’ નવલકથાના લેખક કોણ છે? 
- મફતલાલ ઓઝા
૧૦૯.‘હાસ્ય મંદિર’ ના લેખક કોણ છે? 
- રમણભાઈ નિલકંઠ
૧૧૦.હિંદુ ધર્મની બાળપોથીના લેખક કોણ છે? 
- આનંદ શંકર ધ્રુવ
૧૧૧.‘ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત’ ના કવિ કોણ છે? 
- ખબરદાર
૧૧ર.ગુજરાતી ભાષાનું પ્રથમ કરૂણ પ્રશસ્તિ કાવ્ય ફાર્બસ વિરહના કવિ કોણ છે? 
- દલપતરામ
૧૧૩.ધરતીની લુણના લેખક કોણ છે? 
- સ્વામી આનંદ
૧૧૪.માલી ડોશી કઈ નવલકથાની ખલનાયિકા છે? 
- માનવીની ભવાઈ
૧૧પ.ગુજરાતી નાટકના પિતા તરીકેનું બિરૂદ કોના ફાળે જાય છે? 
- રણછોડભાઈ દવે
૧૧૬.કિશોરલાલ મશરૂવાળા શું છે? 
- વિચારક
૧૧૭.રાષ્ટ્રીય શાયર તરીકે કોણ જાણીતું છે? 
- ઝવેરચંદ મેઘાણી
૧૧૮.ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે?
- ક.મા.મુનશી
૧૧૯.સત્યના પ્રયોગો શું છે? 
- આત્મકથા
૧ર૦.ગોર્વધનરામ ત્રીપાઠી નો જન્મ ક્યાં થયો હતો? 
- નડિયાદ