ગુજરાતી સાહિત્ય ભાગ-૩

૬૧. ભારતના શેકસપિયરની તરીકે સાહિત્ય જગતમાં કોણ ઓળખાય છે ?
- કાલિદાસ
૬૨. બાલમુકુંદ દવે એ કયુ આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?
- ધ્રુવાખ્યાન
૬૩. હાલમાં અમદાવાદ સ્થિત ‘ગુજરાત વિધાનસભા’ નું મૂળનામ શું હતું ?
- ગુજરાત વર્ના કયુલર સોસાયટી
૬૪. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ નવલિકા અને તેના લેખક કોણ છે ?
- ગોવાલણી, કંચનલાલ મહેતા
૬૫. કઈ કૃતિને ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કૃતિ માનવામાં આવે છે ?
- ભરતેશ્વર
૬૬. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ નવલકથા અને તેના લેખકનું નામ જણાવો.
- કરણઘેલો, નંદશંકર મહેતા
૬૭. ‘ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા’ આ કોની પંકિત છે ?
- મીરાબાઈ
૬૮. ગુજરાતના અગ્રણી સામયિક ‘ચિત્રલેખા’ સ્થાપક કોણ છે ? 
- વજુ કોટક
૬૯. ભાલણનું વખણાતું સાહિત્ય કયું છે ?
- આખ્યાન
૭૦. ‘મેરૂં ડગે ને જેના મનનાં ડગે’ કોની જાણીતી પંકિત છે ?
- ગંગાસતી
૭૧. કોને ‘સોરઠના મીરાબાઈ’ કહેવામાં આવે છે ?
- ગંગાસતી
૭૨. ગોવર્ધનરામ ત્રિપાઠી કયો વ્યવસાય કરતા હતા ?
- વકીલાત
૭૩. ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ કાવ્યસંગ્રહ અને કર્તાનું નામ. 
- કાવ્યસંગ્રહ, દલપતરામ
૭૪. નરસિંહ મહેતા એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે ?
-નરસિંહ સાહિત્ય નિધિ ટ્રસ્ટ
૭૫. મહાકવિ દયારામ કેટલી ભાષાનું જ્ઞાન ધરાવતા હતા ?
- ૧ર
૭૬. સહજાનંદ સ્વામીનું જન્મ સ્થળ કયું છે ? 
- છપૈયા 
૭૭. ‘વૈષ્ણવજન તો તેને કહીયે...’ કોની જાણીતી પંકિત છે ?
- નરસિંહ મહેતા
૭૮. કોને કવિ ન્હાનાલાલે ‘જગત સાક્ષર’ કહયા છે ?
- ગોવર્ધનદાસ
૭૯. કયા સાહિત્યકારને ‘ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર’ કહેવાય છે ?
- નરસિંહ રાવ દિવેટિયા
૮૦. ‘લીલુડી ધરતી’ નવલકથાના લેખક કોણ છે ? 
- ચુનીલાલ મડીયા
૮૧. લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે ?
- પુનર્વસુ
૮૨. ‘યુગવંદના’ કયા કવિનો કાવ્યસંગ્રહ છે ?
- ઝવેરચંદ મેઘાણી
૮૩. ૧૯ર૪ થી પ્રકાશિત થતું ગુજરાતનું પ્રસિધ્ધ માસિક કયું છે ?
 - કુમાર
૮૪. કનૈયાલાલ મુનશીએ કોને પ્રણય અને અશ્રુના કવિ કહયા છે ?
- કલાપિ
૮૫. કોને ‘આધુનિક કવિતાના જયોતિર્ધર’ કહેવામાં આવે છે ? 
- બ.ક.ઠાકોર
૮૬. ‘હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યુ છે’ કોની પંકિત છે ? 
- કલાપિ
૮૭. કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
- બાલશંકર કંથારિયા
૮૮. કયા કવિ ઝૂલણા છેદના પ્રયોગ માટે જાણીતા છે ?
- નરસિંહ મહેતા
૮૯. ‘સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક’ કોની જાણીતી પંકિત છે ?
- શામળ
૯૦. મીરાબાઈના શું વખણાય છે ? 
- પદ