7895

તાજેતરમાં દેશભરમાંથી આવેલા ચિત્રકારો વચ્ચે ચિત્ર સ્પર્ધાનું પુના ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાવનગરના ખ્યાતનામ ચિત્રકાર અને શહેર નજીકના ફરિયાદકા સ્થિત શાળામાં ફરજરત રસીકભાઈ વાઘેલાએ ભાગ લીધો હતો અને વિજેતા જાહેર થયા હતા. આ સિધ્ધિ અન્વયે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રસીકભાઈએ આ સન્માન પ્રાપ્ત કરી સમગ્ર ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે.