7226

શહેરના હાદાનગર વિસ્તારમાં રહેલી શખ્સ પર પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જુગાર ધારા અને દુકાન સળગાવવાનો ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હામાં શખ્સ ફરાર હોય જેને એસઓજી ટીમે બાતમી રાહે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. 
એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ડી.ડી. પરમારના માર્ગદર્શન  હેઠળ એસઓજી સ્ટાફના પો.કોન્સ. હરેશભાઇ મેહુરભાઇ તથા નિતીનભાઇ ખટાણાની બાતમી આધારે પાલીતાણા ટાઉન પો.સ્ટે.ના જુ.ધા. કલમ ૧૨(અ) મુજબ તથા ઇ.પી.કો. કલમ ૪૩૬, ૫૦૪, ૫૦૬(૨) મુજબના નોંધાયેલ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી હરેશભાઇ ઉર્ફે ભાંકો ગોવીંદભાઇ પરમાર/કોળી ઉ.વ.૩૩ રહે. પ્લોટનં-૩૫, મોમાઇ માના મંદીર પાસે, હાદાનગર ભાવનગર વાળાને હાદાનગર મોમાઇ માના મંદીર પાસેથી ઝડપી પાડી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા હેડકોન્સ. યોગેન્દ્રસિંહ એન. ગોહીલ પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણા તથા સોહીલભાઇ ચોકીયા જોડાયા હતા.