7044

ગાંધીનગર જિલ્લા પ્રોહીબીશનની પ્રવૃત્તિ સંપૂર્ણપણે નેસ્ત નાબુદ કરવા સારૂ જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે આપેલ સુચના મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર જે. ડી. પુરોહિતે તમામ ટીમના અધિકારી તેમજ માણસોને આ દિશામાં કાર્યરત રાખી સતત એકધારી રેડો કરી આ પ્રવૃત્તિ આચરનાર ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ. 
જે આધારે ક્રાઈમ બ્રાન્ચના હે.કો. મનુજી બેચરજી તથા પો.કો. દિગ્વીજયસિંહ ફલુભા તથા પો.કો. જીગ્નેશકુમાર કનુભાઈઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મનુજીને મળેલ માહિતી આધારે કલોલ તાલુકાના પલસાણા ગામે દરવાજા પાસેથી વોચ કરી એક ઈસમ અનિરૂધ્ધ શનુભા ઝાલા, રહે. ગોતા, અમદાવાદને એક સ્વીફટ ડિઝાયર કાર નં. જીજે-૦૧-આરએસ-૪૦ર૭ માં દેશી દારૂના કોથળા નંગ -૬ જેમાં કુલ ર૦૦ લીટર દારૂ કિંમત રૂ. ૪૦૦૦/- સાથે પકડી પાડેલ અને ઉપરોકત ગાડીની કિં. રૂ. ૪,પ૦,૦૦૦/- ની ગણી કુલ રૂ. ૪,પ૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ કલોલ તાલુકા પો.સ્ટે. ખાતે ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.