7048

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષોની તડજોડની કામગીરી ચૂંટણી પુરી થઈ ગઈ છે. ત્યારે કલોલમાં યોજવામાં આવેલા કોંગ્રેસી ધારાસભ્યોનાં સન્માન સમારોહનાં કાર્યક્રમમાં કલોલ તાલુકા પંચાયતનાં ભાજપનાં મહિલા સદસ્ય ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કલોલ તાલુકા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન ચાલી રહ્યુ છે.
આ અંગે કોંગ્રેસનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર કલોલનાં મહેન્દ્ર મીલ રોડ પર આવેલા ગણેશ પાર્ટી પ્લોટમાં બુધવારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાનાં કોંગ્રેસનાં વિજેતા ધારાસભ્યોનાં સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કલોલનાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર, માણસાનાં ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, ગાંધીનગર ઉતરનાં ધારાસભ્ય સી જે ચાવડાની સાથે સાથે વિરમગામનાં ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ પણ હાજર રહ્યા હતા.
જયારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સુર્યસિંહ ડાભી, ઉ.પ્ર. ગણપતજી ઠાકોર, કલોલ તાલુકા પંચાયત પ્રમુખ કાન્તીજી ઠાકોર સહિતનાં આગેવાનો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોની હાજરીમાં આ કાર્યક્રમમાં કલોલ તાલુકા પંચાયતનાં ગત ચૂંટણીમાં બાલવા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયેલા સદસ્ય લીલાબેન સોમાભાઇ ચૌધરી ભાજપથી છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની પાલિકાની શાસિત બોડીનાં સદસ્યો તથા કોંગ્રેસનાં આગેવાનોએ લીલાબેનને આવકાર્યા હતા. આ રીતે બાલવા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયેલા સદસ્ય લીલાબેન ચૌધરી ભાજપમાથી કોંગ્રેસમાં સામેલ થતા તેમને આવકારવામા આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષોની તડજોડની કામગીરી ચૂંટણી પુરી થઈ ગઈ છે. ત્યારે કલોલમાં યોજવામાં આવેલા કોંગ્રેસી ધારાસભ્યોનાં સન્માન સમારોહનાં કાર્યક્રમમાં કલોલ તાલુકા પંચાયતનાં ભાજપનાં મહિલા સદસ્ય ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કલોલ તાલુકા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન ચાલી રહ્યુ છે.
આ અંગે કોંગ્રેસનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર કલોલનાં મહેન્દ્ર મીલ રોડ પર આવેલા ગણેશ પાર્ટી પ્લોટમાં બુધવારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાનાં કોંગ્રેસનાં વિજેતા ધારાસભ્યોનાં સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કલોલનાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર, માણસાનાં ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, ગાંધીનગર ઉતરનાં ધારાસભ્ય સી જે ચાવડાની સાથે સાથે વિરમગામનાં ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ પણ હાજર રહ્યા હતા.જયારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સુર્યસિંહ ડાભી, ઉ.પ્ર. ગણપતજી ઠાકોર, કલોલ તાલુકા પંચાયત પ્રમુખ કાન્તીજી ઠાકોર સહિતનાં આગેવાનો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોની હાજરીમાં આ કાર્યક્રમમાં કલોલ તાલુકા પંચાયતનાં ગત ચૂંટણીમાં બાલવા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયેલા સદસ્ય લીલાબેન સોમાભાઇ ચૌધરી ભાજપથી છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની પાલિકાની શાસિત બોડીનાં સદસ્યો તથા કોંગ્રેસનાં આગેવાનોએ લીલાબેનને આવકાર્યા હતા. આ રીતે બાલવા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયેલા સદસ્ય લીલાબેન ચૌધરી ભાજપમાથી કોંગ્રેસમાં સામેલ થતા તેમને આવકારવામા આવ્યા હતા.