7234

રાજયમાં મગફળીની ખરીદી બંધ કરવામાં આવી નથી, ચાલુ જ છે તથા કપાસના ભાવ વધારે હોવાથી ટેકાના ભાવે સરકારે કપાસ ખરીદવાની હાલ જરૂર નથી તેવું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાંક તત્વો દ્વારા મગફળીમાં રેતી, પથ્થર વગેરે ભેળવી વેચવાનું ધ્યાન પર આવ્યું હોવાથી કૃષિ મંત્રીએ આ બાબતે તપાસના આદેશ આપી દીધા હોવાથી કેટલાંક નાના સેન્ટરોમાં મગફળી ખરીદી બંધ કરાઈ છે. વળી હલકી ગુણવત્તાવાળી મગફળી પધરાવનારને છોડવામાં નહી આવે તેવું પણ તેમણે જણાવ્યું હતું.  રાજ્ય સરકારે નાફેડ ધ્વરા ટેકાના ભાવ મગફળીની ખરીદી ૨૫-૧૦-૨૦૧૭ રોજ થી ચાલુ કરી હતી.૧૮ તારીખ સુધી ૨૫૩ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા અત્યારે સુધી કુલ ૨૩૯ કાર્યરત છે. તે પેકી ૧૩૭ કેન્દ્રો ઉપર એપીએમસી અંદર તથા ૧૧૬ કેન્દ્રો એપીએમસી બહાર આવેલ છે. નાફેડ ધ્વરા તારીખ ૧૭-૧-૨૦૮ ના પત્ર થી એપીએમસી બહાર આવેલ કેન્દ્રો ઉપર ખરીદી બંધ કરવા જણાવેલ છે. આજ દિન સુધી કુલ ૭૭૬૭૯૭.૦૪ ટન મગફળી ખરીદી થઈ છે  આજ દિન સુધી નોડલ એજન્સીઓ ધ્વરા રૂ ૨૫૮૪.૭૦ કરોડની ચુકવણી સુધીજ ખેડૂતોના એકાઉન્ટમાં કરવામાં આવી છે. રાજ્યમાં મગફળીના થયેલ મબલખ ઉત્પાદન સંદર્ભે ગુજરાત સરકારે લાભપાંચમથી જ નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. મગફળીની આવક વધુ હોવાથી નાફેડ દ્વારા વધારાની ૪ લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાય તે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં દરખાસ્?ત કરી તે સત્વરે મંજૂર થશે. તેમ ખેતી નિયામક ભરતભાઇ મોદીએ જણાવ્યું છે.  ૧૩૭ કેન્દ્રો કે જે એપીએમસીની અંદર કાર્યરત છે તેના પરથી મગફળી ખરીદી ચાલુ જ છે. કૃષિ નિયામકએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ગુણવત્તાયુકત મગફળી ખરીદી કરવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારને મગફળીની ખરીદીની ગુણવત્તા બાબતે કોઇ પણ ફરિયાદ-રજૂઆત મળશે તો તેની પૂરતી તપાસ કરવામાં આવશે. 
 રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીની વિગતો આપતાં કહ્યું કે, અત્યાર સુધી રૂા. ૩૪૯૫ કરોડની ૩૮૮.૪૦ લાખ મણ એટલે કે ૭.૭૬ લાખ મે.ટનની ખરીદી થઇ છે. જેનો ૪,૦૧,૧૮૭  ખેડૂતોએ લાભ લીધો છે. આજ સુધીમાં નોડલ એજન્સીઓ દ્વારા રૂા.૨૫૮૪.૭૦ કરોડની ચૂકવણી સીધી જ ખેડૂતોના એકાઉન્ટમાં કરી દેવાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે નક્કી કરેલ ટેકાનો ભાવ રૂા.૪૪૫૦/-ક્વિન્ટલ દીઠ છે તેના ઉપર રૂા. ૫૦/-નું બોનસ રાજ્ય સરકારે જાહેર કરીને રૂા. ૪૫૦૦/-ના ભાવે ખરીદી થઇ રહી છે. હાલ બજાર ભાવ રૂા. ૩૫૦૦ થી ૩૬૦૦ ચાલી રહ્યો છે એટલે કે બજારભાવ કરતાં વધુ ભાવે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે.

શિક્ષક ભરતી આવીઃ ગ્રાન્ટેડ ખાનગી શાળાઓમાં ૬,૮૫૦ ભરતીની મંજૂરી અપાઇ
રાજ્યના સરકારી શિક્ષણવિભાગમાં દાયકાઓથી હજારો જગ્યા ખાલી બોલી રહી છે ત્યારે સરકારે નવી ભરતી તરફ આગળ વધતાં ખાનગી શાળાઓમાં વિવિધ કેડરની ભરતી માટે ૬,૮૫૦ જગ્યાની ભરતીની મંજૂરી આપી છે. આ ભરતીમાં મદદનીશ શિક્ષકો અને આચાર્ય ભરતીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની પ્રાથમિકતા છે ત્યારે બિનસરકારી ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ કેડરની ૬.૮૫૦ જગ્યાઓ પુનઃજીવિત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આટલી જગ્યાઓ પર સત્વરે નિમણૂકો કરાશે. તેમણે જણાવ્યું કે રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાતમાં પગાર પંચના લાભો આપવા સમયે ખાલી રહેલ જગ્યાઓ રદ કરવાની શરતે, આ લાભો મંજૂર કરાયા હતાં. પરંતુ, શિક્ષણ ક્ષેત્રે મહત્વની આ જગ્યાઓ ભરવી અનિવાર્ય હોઇ, રાજ્ય સરકારે આ જગ્યાઓ પુનઃ જીવિત કરવાનો નિર્ણય કર્યો છે.  જેમાં, આચાર્યોની ૧,૫૬૬, માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક) ની ૨,૯૧૫, ઉચ્ચતર માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક)ની ૨,૩૬૯ મળી કુલ-૬૮૫૦ જગ્યાઓ પુનઃ જીવિત થશે. જેના પર હવે નિમણૂંકો અપાશે.