ગાંધીનગર અગનજાળમાં ફેરવાયુ રેકોર્ડ સર્જતું ૪૩ ડિગ્રી તાપમાન

11422
gandhi252018-2.jpg

બે વર્ષથી ગાંધીનગર ગ્રીન સીટીની જગ્યાએ હોટ સીટી બની રહ્યુ છે. ઠંડકની જગ્યાએ શહેર હવે ગરમી પકડી રહ્યુ છે. છેલ્લા એક સપ્તાહમાં પાટનગરમાં ગરમીનો પારો સતત રેકોર્ડ સર્જી રહ્યો છે. ૪૧ ડીગ્રી પાર કર્યા બાદ પારો જાણે રન મશીન કોહલીની જેમ આગળ વધી રહ્યો છે. 
સોમવારે સવારથી જ શહેરમા ગરમીનુ જોર જોવા મળતુ હતુ. મહત્તમ તાપમાન ૪૩ ડીગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬ ડીગ્રીએ પહોંચી ગયુ હતુ. ત્યારે આકાશમાંથી વરસતા આગના ગોળાથી શહેરના રોડનો ડામર પણ પીગળી ગયો હતો.પાટનગરમાં ગરમીએ જોર પકડ્‌યુ છે. સામાન્ય લાગતી ગરમી હવે શહેરીજનોના અંગદઝાડી રહી છે. 
આકાશમાંથી વરસતા અગનગોળાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા બે દિવસમાં ગરમીના પારામાં વધારો થઇ રહ્યો છે. રવિવારે ૪૨.૫ ડીગ્રીએ પહોંચેલો ગરમીનો પારો સોમવારે ૪૩ ડીગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે લઘુત્તમ ૨૬ ડીગ્રીએ પહોંચી ગયો છે. જે લોકો ગરમીમાં બહાર નિકળતા હતા, તેઓ પોતાના શરીરને સંપૂર્ણ પણે ઢાંકીને બહાર નિકળતા હતા. 
જ્યારે કચેરીઓમાં કૂલર અને એસીના સથવારે બેસી રહ્યા હતા. ગરમી હવે ગાંધીનગરની ઓળખ બનતી હોય તેમ દિવસે દિવસે પારો સતત ઉંચે ચડી રહ્યો છે. ત્યારે સિઝનના સૌથી ગરમ દિવસે પાટનગરના રોડ રસ્તાઓને પીગાળી દીધા હતા.

Previous article૪૩.૮ ડિગ્રી સાથે રાજ્યમાં ભાવનગર સૌથી હોટ
Next articleમધૂર ડેરી હવે શાકભાજી અને મીનીરલ પાણી સાથે બજારમાં ઉતરશે