ભાવનગર શહેર-જિલ્લાની ૭ વિધાનસભા બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ ૬૧.૭૬ ટકા જેવું જંગી મતદાન થયું છે. શાંતિપૂર્ણ વાતાવરણ અને સુરક્ષા-વ્યવસ્થાના સઘન બંદોબસ્ત વચ્ચે શહેર તથા જિલ્લામાં મતદાનનો પ્રારંભ થયો હતો અને નિર્ધારિત સમય મુજબ સાંજે પ-૦૦ કલાકે પૂર્ણ થયું હતું. જેમાં અનેક યુવા મતદારો સહિતનાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 
વિધાનસભા ચૂંટણી-ર૦૧૭ ભાવનગરની કુલ ૭ બેઠકો માટે યોજાયેલ મતદાનમાં મતદારોએ અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો....
વધુ વાંચો

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ સંતરામ મંદિરે સપ્તાહ શતાબ્દી મહોત્સવ ૧રપ વર્ષ અંતર્ગત સંતરામ મંદિર નડીયાદના મહંત પ.પૂ.રામદાસબાપુની પ્રેરણાથી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું તા.૧૧-૧ર થી ૧૭-૧ર દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. વ્યાસાસને જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ.રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ શાસ્ત્રીજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથાનો સમય સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ રાખેલ છે. આ પ્રસંગે સંતરામ મંદિર નડીયાદ દ્વારા વિનામુલ્યે આંખના...
વધુ વાંચો

શહેરના તળાજા રોડ ટોપથ્રી સર્કલ પાસેથી ગત મોડી રાત્રે ભરતનગર પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન કારમાં બિયરના ટીન લઈ નીકળેલા શખ્સને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત મુજબ શહેરના ટોપથ્રી સર્કલ નજીક ભરતનગર પોલીસ મથકના પી.આઈ ચાવડા તથા સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ હોન્ડાકાર નં.જી.જે.સી.જે. ૮૯૩૭ને અટકાવી તલાશી લેતાં જેમાંથી બિયરના ટીન નંગ-૪મળી આવતા પોલીસે કારચાલક ભુષણભાઈ મોરલીધરભાઈ ચોઈથાણી રે. આકાશગંગા...
વધુ વાંચો

ભારતની પરમાણું સહેલી ડો. નિલમ ગોયલે વિશુધ્ધાનંદ હાયર સેકન્ડરી સ્કુલ, ભાવનગર ખાતે એક સેમિનારનું આયોજન કરેલ જેમાં વિધાર્થી તેમજ વિધાર્થીનીઓ તેમજ અધ્યાપકે ભાગ લીધો જેમાં પરમાણું ઉર્જા ઉપર ડો.નિલમ ગોયલ દ્વારા મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી. તેમણે જણાવ્યું કે જેવી રીતે કોલસાથી વિજળી બનાવવામાં આવે છે તેવી રીતે જ પરમાણું ઉર્જાથી વિજળી બનાવી શકાય છે, કોલસાથી વિજળી બનાવવા માટે આપણે કોલસો સળગાવી તેની આગથી પાણી ગરમ કરીએ છીએ જેનાથી ભાપ બનાવવામાં આવે છે...
વધુ વાંચો

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.એ. વિદ્યાર્થીનીઓ માટે ભારતની સામાજીક સમસ્યાઓ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. 
જેમાં તેમને હાલના સમયમાં આજના માણસે સમાજમાં કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ? તેમજ ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં આવતી સમસ્યાઓનો હલ કઈ રીતે કરવામાં આવે છે ? તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મનુષ્યના જીવનમાં સમાજમાં કેવા કેવા બનાવો બનતા હોય છે, અને જો ધ્યાન ન...
વધુ વાંચો

સિહોર તાબેના રાજપરા ખોડીયાર પ્લોટ વિસ્તાર નજીક પરપ્રાંતિય યુવતીને ઝાડ સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા સિહોર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. સિહોરના રાજપરા ખોડીયાર પ્લોટ વિસ્તાર જવાના રસ્તે મામાના ઓટા પાસે આવેલ ખીજડાના ઝાડ સાથે દુપટ્ટાથી અજાણી યુવતીનો ગળાફાંસો ખાતા મોત નિપજ્યું હતું. આ અંગે સિહોર પોલીસને જાણ થતા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કેસ કાગળો કરી યુવતીને નીચે ઉતારી સિહોર પીએમમાં...
વધુ વાંચો

વિધાનસભાની ચૂંટણી ર૦૧૭માં આજરોજ અંતિમ દિવસે ચૂંટણી લડી રહેલ તમામ ઉમેદવારો, સમર્થકો દ્વારા પુરા વેગ સાથે વહેલી સવારથી શરૂ કરી સાંજના પ કલાક સુધી વેગીલો પ્રચાર કર્યો હતો. પાંચ વાગ્યા બાદ ચૂંટણી કાર્યાલયો પર સમર્થકો, પક્ષના કાર્યકરોની મોટીસંખ્યામાં ભીડ એકઠી થવા પામી હતી.
ભાવનગર શહેર તથા જિલ્લાની વિધાનસભાની ચૂંટણી ર૦૧૭માં કુલ ૭ બેઠકો પર તા.૯-૧રને શનિવારના રોજ યોજાનાર મતદાન સંદર્ભે આજરોજ સાંજે પ કલાકે ચૂંટણી પ્રચાર બંધ કર્યો હતો. તમામ...
વધુ વાંચો

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાઓ આગામી તા.૯ને શનિવારે મતદાન થશે. ભાવનગર જિલ્લાના કુલ ૧૬,રપ,૮પર મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.
ભાવનગરની સાત વિધાનસભાઓ પૈકીની ૯૯ મહુવા વિધાનસભા મત વિસ્તારમાં કુલ ર,૦૮,૬૬૪ મતદારો, ૧૦૦-તળાજા વિધાનસભા મત વિસ્તારમાં ર,ર૧,૪૦૬ મતદારો, ૧૦૧-ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાં કુલ ર,૦૩,પ૪૬ મતદારો, ૧૦ર-પાલીતાણા વિધાનસભા મત વિસ્તારમાં કુલ ર,૪૯,પ૮૧ મતદારો, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં ર,પ૮,રપપ મતદારો, ૧૦૪-...
વધુ વાંચો

વિકાસશીલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકારમાં લોકોને પ્રાથમિક સુવિધા ન મળતા નારાજ જોવા મળી રહ્યાં છે. જેને લઈને આગામી વિધાનસભાની ચૂંટણીને બહિષ્કારની ચિમકીઓ પણ આપી રહ્યાં છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આ ચૂંટણી પહેલા અનેક વિસ્તારના લોકો દ્વારા મતદાન બહિષ્કારની ચિમકી આપવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે ભાવનગર વિસ્તારમાં છેલ્લા ૧૭ વર્ષથી પાણી અને રસ્તાની રાહ જોતા હીલપાર્ક-૧, સ્વસ્તિક પાર્ક-૧-ર સહિત ત્રણ સોસાયટીના લોકો દ્વારા સુવિધા ન મળતા મતદાન...
વધુ વાંચો

૯ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની યોજાનાર ચૂંટણીના પ્રચાર પડઘમ આજે ગુરૂવારે સાંજે પ કલાકથી શાંત થતા ચૂંટણી અધિકારીના આદેશથી શહેરના વિવિધ વિસ્તારમાં રાજકિય પક્ષોના ઉમેદવારોના લગાવાયેલા બોર્ડ-બેનરો એસ્ટેટ વિભાગ અને જે-તે એડ એજન્સીઓ દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા.   


વધુ વાંચો