1155

ભાવનગર શહેરના બે દારૂના ધંધાર્થીનો પાસા અંગેની દરખાસ્ત મંજુર થતા એલસીબી સ્ટાફે બે બુટલેગરોને ઝડપી લઈ જેલહવાલે કર્યા હતા.
ભાવનગર શહેર વિસ્તારમાં ઇંગ્લીશ દારૂનો ધંધો કરતાં  વિજયભાઇ રણજીતભાઇ મકવાણા રહે.ઘોઘા જકાતનાકા, હાલ-કાળીયાબીડ, ભાવનગર તથા  અસ્લમભાઇ મહંમદ હુસૈન પરમાર રહે.પ્લોટ નં.૧૪,ધોબી સોસાયટી, અલ્લારખભાઇ જમાલ ભાઇનાં મકાનમાં,સરીતા સોસાયટી પાછળ,ભાવનગરવાળાને અગાઉ ઇંગ્લીશ દારૂનાં  ગુન્હાઓમાં ઝડપી લીધેલ હતાં.
જે અંગે ભાવનગરનાં જીલ્લા પોલીસ અધિક્ષક દિપાંકર ત્રિવેદીની સુચના મુજબ તેઓ વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગરનાંઓને મોકલી આપવામાં આવેલ. જે દરખાસ્ત અંગે ભાવનગર, જીલ્લા મેજીસ્ટ્રેટે વિજય રણજીતભાઇ મકવાણા રહે.ભાવનગરવાળાને રાજકોટ  જેલ ખાતે તથા અસ્લમ મહંમદ હુસૈન પરમાર રહે.ભાવનગર વાળાને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરેલ.જે હુકમ આધારે એલ.સી.બી. ટીમે આજરોજ  વિજય રણજીતભાઇ મકવાણાને રાજકોટ  જેલ ખાતે તથા અસ્લમ  મહંમદ હુસૈન પરમારનો વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ