રાજ્ય સહિત ગાંધીનગરમાં માવઠું પડ્‌યું હતું. જેના કારણે ઘટેલા શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. ત્યારે ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવો માવઠુ પડતાં ફરીથી ઉંચકાઇ ગયા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. બજારમાં અચાનક ડુંગળી હોલસેલમાં ૪૫ રૂપિયા કિલો અને રીટેલમાં ૬૦ રૂપિયા કિલો થઇ ગયો છે. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે 
એક સમયે ૨૮ રૂપિયા કિલો મળતી ડુંગળી આજે ૬૦ રૂપિયા કિલો થઇ જતાં નાગરિકોને રડવાનો વારો આવ્યો છે. અચાનક...
વધુ વાંચો

મતદાન દરમ્યાન જો વોટીંગને લઇને લોકોના મનમાં આશકાં જન્મે તો તેના નિવારણની સંપૂર્ણ જવાબદારી ચૂંટણી પંચની રહે છે. ચૂંટણી પંચે લોકોને વિશ્વસનીય અને ન્યાયી ચૂંટણીની ખાતરી આપવાની જવાબદારી નિભાવવી જ પડે એમ અત્રે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાજીવ શુકલાએ આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન ઇવીએમ મુદ્દે સાફ વાત કરતાં જણાવ્યું હતું. ઇવીએમની ગડબડીની દહેશત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં શુકલાએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ સિવાય સમાજવાદી પાર્ટી, બહુજન...
વધુ વાંચો

કેન્દ્રીય નાણાંમંત્રી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રભારી અરૂણ જેટલીએ આજે અમદાવાદમાં મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાન બાદ જે પ્રમાણે મતદાન થયુ છે તે જોતાં સમગ્ર વાતાવરણ ભાજપના પક્ષમાં હોય તેવું સામે આવ્યું છે, તા.૧૮મી ડિસેમ્બરે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડશે. જેટલીએ આ વખતે લેન્ડ સ્લાઇડ બહુમતીથી ગુજરાતમાં ભાજપની જીતનો દાવો કર્યો હતો. કેન્દ્રીય નાણાંમંત્રી અને ભાજપના...
વધુ વાંચો

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું ત્યારે આજે રાજકોટના ઉપલેટા ખાતે ૧૨૬ વર્ષના આજીમા સોદાભાઇ ચંદ્રવાડિયાએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રાજયભરના મતદારોને મતદાન કરવા માટેની અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. આજીમા દેશ અને દુનિયામાં સૌથી વયોવૃધ્ધ મતદાર છે. આજીમા મતદાન કરવા આવ્યા ત્યારે તેમની ઉમંર સાંભળી તેમ જ મતદાન કરવા માટેનો તેમનો ઉત્સાહ અને આગ્રહ ભલભલાને શરમાવે તેવો હતો. ૧૨૬ વર્ષના આજીમાને જોવા લોકો ટોળે વળ્યા હતા. ૧૨૬ વર્ષીય આજીમાને...
વધુ વાંચો

ગાંધીનગર ઉત્તરના ઉમેદવાર કોંગ્રેસના આગેવાન નેતા સી. જે. ચાવડાએ ગાંધીનગર ઉત્તર મત વિસ્તારમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. ઠેરઠેર તેમને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સી. જે. ચાવડા અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂકયા છે અને કોંગ્રેસમાં ઠરેલ અને કર્મઠ, નિષ્ઠાવાન, સુઝબુઝ ધરાવતા પ્રામાણિક અધિકારીની છાપ ધરાવે છે. ભાજપના શાસનમાં પણ તેમણે પ્રજાલક્ષીતાને કારણે આગવો પ્રેમ મેળવ્યો છે જેથી તમામ કોમ ભલેને તે પાટીદાર હોય કે રાજપૂત કે પછી ઠાકોર, બ્રાહ્મણ...
વધુ વાંચો

સેકટર૨૩ સ્થિત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા હેમ રેડિયો નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાની વિદ્યાર્થિનીઓને તજજ્ઞો દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી હતી. રેડિયો વાવાઝોડા, સુનામી અને ભુંકપના સમયે કેવી રીતે મદદ રૂપ થઇ શકે તે અંગે જાણકારી વિદ્યાર્થિનીઓએ મેળવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિની ઓ ઉપસ્થિત રહી હતી. 


વધુ વાંચો

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને એક મોટો ઝટકો લાગ્યો છે. એક બાજુ જ્યા શનિવારે રાજ્યમાં પ્રથમ ચરણ માટે વોટિંગ થવાનુ છે તો બીજી બાજુ પાટીદાર આંદોલનના એક મોટા નેતા દિનેશ બંભાનિયાએ રાજીનામુ આપી દીધુ છે. 
જોકે દિનેશ બાંભણિયાએ આ રાજીનામું કેમ આપ્યું તે બાબત જાણી શકાઈ નથી.  દિનેશ લાંબા સમયથી પાસમાં હાર્દિકની સાથે રહ્યો હતો.થોડા વખત પહેલા પાસની તમામ જાહેરાતો હાર્દિક પટેલ દ્વારા જ કરવામાં આવતી હતી જે પહેલા દિનેશ બાંભણિયા દ્વારા...
વધુ વાંચો

ભારતના ચૂંટણીપંચની સૂચના મુજન ગાંધીનગર જિલ્લામાં ૧૩-૧૪ ડિસેમ્બર, ર૦૧૭ ના રોજ મિડિયા સર્ટિફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટીની મંજૂરી વગર અખબારોમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો જાહેરાત છપાવી શકશે નહીં. અખબારોએ આ બંન્ને દિવસો માટે આવી જાહેરખબર છાપવા માટે મિડીયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટીનું સર્ટિફિકેટ ચેક કરીને જ જાહેરાત છાપી શકાશે એવું ચૂંટણીપંચ વતી અધિક નિવાસી કલેકટર એચ. એમ. જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. 
ગાંધીનગર જિલ્લામાં...
વધુ વાંચો

સશસ્ત્રજ સેના ધ્વજ દિનની ઉજવણી નિમિત્તે રાજયપાલ ઓ. પી. કોહલીએ આજે રાજભવન ખાતેસશસ્ત્રજ સેના ધ્વજ દિન નીધિમાં ફાળો આપી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સશસ્ત્રજ સેનાઓ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે. યુધ્ધના સમયમાં રાષ્ટ્ર સમક્ષની આપદ્દા કે સંકટમાં તેઓ સદાય રાષ્ટ્રીય સેવામાં સમર્પિત ભાવનાથી તત્પર રહે છે. આપણા રાષ્ટ્રની વિશાળ સીમાઓ સુરક્ષિત રાખતી સશસ્ત્રજ સેનાઓ રાષ્ટ્રપ્રેમ, નિસ્વાર્થ સેવા અને રણભૂમિમાં સર્વશ્રેષ્ઠ કાર્યદક્ષતાની...
વધુ વાંચો

વડોદરાની રાવપુરા બેઠક માટે ૨૫૬ ઈવીએમનો ઉપયોગ કરતાં પૂર્વે રાજકીય પક્ષોની પ્રતિનિધિઓની હાજરીમાં ચેકિંગ કરવા માટે ત્રણ દિવસનો સમય જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યો હતો. જેમાં તા.૪ અને ૫ના રોજ કોઈ ગયા નહી અને આજે તા.૬ના રોજ કોંગ્રેસના પ્રતિનિધિઓ કારેલીબાગ ડી.ઇ.ઓ. કચેરી ખાતે પહોંચ્યા ત્યારે બે દિવસમાં કર્મચારીઓએ મનસ્વી રીતે ૧૫૦ ઈવીએમ ચકિંગ કરી નાખ્યા. આ અંગે કોંગ્રેસના પ્રતિનિધિ સાંઈ ઢેકાણેએ ઉગ્ર રજૂઆત કરતા હાજર રહેલા અધિકારીએ ૧૫૦નું ચેકિંગ થઈ ગયું છે...
વધુ વાંચો