ગુસ્તાખી માફ

2370
smiley.jpg

પક્ષપલ્ટુ માટે ગુજરાતની પ્રજાને માન નથી જ ! જોઈએ શું થાય છે 
નેતાઓની આજકાલ પક્ષપલ્ટુ પધ્ધતિની જાણે મોસમ જામી છે. નૈતિકતાની તો વાત જ કરવા જેવી નથી સમાજનો છેલ્લો વર્ગ જે સત્તા લાલચુ, પૈસાના પુજારી એવા અત્યંત નિમ્ન કક્ષાના માનવીય લોકો રાજકારણમાં આવતા આ દશા છે. પરંતુ ગુજરાતના લોકોની માનસિકતા છે કે કયારેય પક્ષપલ્ટુઓને પ્રાધાન્ય આપતી નથી સત્તા, પૈસા માટે ખુરશી માટે દરેક નિયમોને નેવે મુકી યેનકેન પ્રકારેય સત્તા જાળવનારા આજકાલ સહજ જોવા મળે છે. પરંતુ ગુજરાતનો ઈતિહાસ ઉલ્ટો છે આવા પક્ષ પલ્ટુઓએ સાવધાન થઈ જવાની જરુર છે. 
સત્તા ઉપર આવ્યા પછી ખુરશી નહીં છોડવા માટે યેનકેન પ્રકરેણ લોકો પ્રયત્ન કરતાં હોય છે. આપણી કમનસીબી છે કે ખુલ્લેઆમ પ્રજાને સમજાય તેવી રીતે ગુલટી મારનારા પણ લાંબા સમય સુધી ખુરશી પર ટકી રહેવામાં સફળ થાય છે. અપીલો અને ત્યારબાદ કોર્ટમાં કેસ કરીને પણ પોતાનો સમય ગાળો પુરો કરવામાં સફળ તથા આવા પક્ષપલ્ટુઓને માન આપવા જેવું નથી. તેઓ આજે જે પક્ષને વફાદાર છે તે કાલે ફરી પાછા અન્ય જગ્યાએ ગુલાટી મારી શકે છે. તેથી આવો વર્ગ સમાજના છેવાડાનો વર્ગ સમાજ તેમજ રાજકારણને ગંદુ કરનાર તત્વોને ગુજરાતની પ્રજા કયારેય માફ કરતી નથી. તે તેમને પણ સમજી લેવાની જરૂર છે. 

ત્રીજા મોરચાનું રાજકારણ હાર-જીત માટે મહત્વનું ખરૂ પણ સમર્થન વગર 
વેવાઈ-પુત્રને ભાજપમાં મોકલી બાપુ ત્રીજો મોરચો બનાવે તેવી કેટલીય ચર્ચા પાટનગરમાં થવા માંડી છે. ભાજપમાં તેમના સમર્થકોને મોકલીને ત્રીજા મોરચામાં કોના મત તેમને લેવા છે ? તે યક્ષ પ્રશ્ન લોકોના મનમાં અને ચર્ચાના કેન્દ્રમાં છે.  ત્રીજા મોરચાને ગુજરાતના લોકો કયારેય ટેકો કરતાં નથી પરંતુ ત્રીજા મોરચો સામાન્ય રીતે વોટને તોડીને પોતાના ધાર્યા ઉમેદવારને જીતાવડાની એક સ્ટ્રેટ્‌જી માટે જ ઉભો કરવામાં આવતો હોય છે. કેેશુભાઈ પટેલની જીપીપી પાર્ટીએ ભૂતકાળમાં આવા કેટલાય ઉમેદવારને હાર કે જીત માટે યોગદાન આપ્યું હતું ખરૂ..
તેથી શંકરસિંહ વાઘેલાની જાહેરાત બાદ અનેક સવાલો ઉઠવા પામ્યા છે તેમાંય પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા જેવાએ પોતાને આવા કોઈ મોરચામાં શ્રધ્ધા નહી હોવાનું જણાવી દીધુ છે. બાકી શંકરસિંહ વાઘેલાની સાથે હતા તેમાંથી પોતાનું ભવિષ્ય જોઈને પણ ભાજપમાં જોડાઈ ગયા છે તો કેટલાંકે કોંગ્રેસમાં રહીને પોતાની વફાદારી કોંગ્રેસપક્ષને બતાવી પોતાની ટીકીન અને લાયકાત સિધ્ધ કરી દીધી છે. અગાઉ પણ કેટલાક સમર્થકોને ભાજપમાં મોકલી આપવામાં આવ્યા હતા જેમાંથી જશા બારડ જેવા તો મંત્રી પણ થયા હતાં. પરંતુ તમામ સમર્થકોને ભાજપમાં મોકલી પોતે ત્રીજો મોરચો કરી કોને મદદ કરવા માંગી રહ્યા છે તે પણ મહત્વનો પ્રશ્ન છે અને જે સમર્થકો છે તેના વગર નવા કોણ તેમની સાથે જોડાયા તેવી અપેક્ષાએ ત્રીજો મોરચો બનાવવાની જાહેરાત કરી તે પણ મહત્વની વાત છે જ!! 

અંબાજીના કેમ્પ હવે કાર્યાલય વધારે લાગી રહ્યા છે, ભાજપ- કોંગ્રેસ બંન્ને લાભ ઉઠાવશે 
ધાર્મિકતા સાથે રાજકીય માણસો પોતપોતાના મન એક કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે. અંબાજી જવાના કેમ્પ પણ ઠેર ઠેર શરૂ થયા છે તેમાં પણ ભાજપ-કોંગ્રેસના કેમ્પ જુદા પડી જાય છે અથવા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે કયા પક્ષના સમર્થકોનો કેમ્પ છે. 
પાર્ટીઓ પણ પોતપોતાના નેતાઓના ફોટાની હારમાળા કરી કેમ્પને એક રાજકીય કાર્યાલય જેવો પણ બનાવી દેતા જોવા મળ્યા છે. ગાંધીનગરમાં ચ-૩ પાસે ભાજપ તરફથી પદયાત્રીઓની સેવા માટેનો એક કેમ્પ છે તેમાં એટલા બધા નેતાના ફોટા લગાડી દેવામાં આવ્યા છે કે યાત્રીકોને કેમ્પ જેવું લાગે જ નહીં લાગે માત્ર ભાજપનું કાર્યાલય અને જેટલા નાના- મોટા નેતાઓ છે તેમના ફોટાના બોર્ડને હારમાળાથી કેમ્પ જેવું નહીં લાગતાં યાત્રીકો ઉભા રહેવાનું પસંદ ઓછું કરતા જોવા મળ્યા છે.  તો કોંગ્રેસના કેટલાક લોકો પણ આવા કેમ્પમાં જુદા જુદા ફોટો મુકી પક્ષના કાર્યાલયનો ભાસ કરાવતા જોવા મળ્યા છે આમ બોલ મારી અંબે ના બોર્ડમાં નેતાઓ પણ કયાંક વોટ મળી જાય એવી આશા સાથે પોત પોતાના ફોટો મુકી પ્રસિધ્ધિનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ પ્રજા -લોકો હવે ખૂબ શાણા થઈ ગયા છે અને નવરાશમાં ચાલતા ચાલતા આ અંગેની વાત કરતાં જોવા મળે છે ખરા !…

Previous articleપ્રવિણ પટેલના વખતમાં થયેલ ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચડી પોકારે છે
Next articleજાફરાબાદ ખાતે યશોદા એવોર્ડ અર્થે મિટીંગ યોજાઈ