કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાત મુલાકાતના બીજા દિવસે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ઉંઝા, વડનગર, વિજાપુર સહિતના સ્થળોએ જોરદાર પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે પ્રથમ તબક્કાના મતદાનને લઇ નાગરિકોના ઉત્સાહ અને મતદાનના ઝોકને રાહુલ ગાંધીએ કોંગ્રેસ તરફી ગણાવ્યો હતો અને ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસની જનતાની પોતાની સરકાર બનવા જઇ રહી છે તેવો પુનરોચ્ચાર કર્યો હતો. 
રાહુલ ગાંધીએ આજે પણ વડાપ્રધાન...
વધુ વાંચો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પણ ઝંઝાવતી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. મોદીએ પોતાની રેલીમાં પાટીદાર અનામતને લઇને કોંગ્રેસે આપેલી ખાતરીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસે એવા વચનો આપ્યા છે જે પુરા થઇ શકે તેમ નથી. ભૂતકાળમાં મુસ્લિમોને ક્વોટાના વચનો આપવામાં આવી ચુક્યા છે જે પુરા થયા નથી. મોદીએ કહ્યું હતું કે, પાટીદાર સમુદાયને અનામત આપવાનું વચન હવે આપ્યું છે જે કાયદાકીયરીતે પૂર્ણ થઇ શકે તેમ નથી....
વધુ વાંચો

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી  તે હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે શાંતિપૂર્ણરીતે ૬૮ ટકા મતદાન થયું હતું. આની સાથે જ ૯૭૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો હવે ૧૮મીના દિવસે થશે. સવારે મતદાનની પ્રક્રિયા આઠ વાગે શરૂ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી ત્યારબાદ લાઈનમાં ઉભા રહેલા મતદારોને ટોકન આપવામાં આવ્યા હતા અને તેમને મતદાન કરવાની...
વધુ વાંચો

ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અજયપ્રકાશે ગીર સોમનાથ જિલ્લાના તમામ મતદારો અને ચૂંટણીમાં ફરજ નિભાવતા કર્મચારીઓ અધિકારીઓ પ્રત્યે શાંતિપૂર્ણ મતદાન માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મતદારો લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થયા તે સૌના માટે આનંદનો અવસર છે. 
જિલ્લાની ચાર વિધાનસભા બેઠકમાં કુલ મતદારો ૮૮૩૫૧૨ પૈકી ૬૦૫૪૫૮ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને જિલ્લામાં ૬૮.૫૩ ટકા મતદાન થયું હતું.  મતદાન પ્રક્રિયામાં જિલ્લા...
વધુ વાંચો

દામનગર વિધાનસભા સામાન્ય ચૂંટણી લાઠી બાબરા દામનગર મત વિસ્તારમાં સુરત અમદાવાદ સહિત શહેરમાંથી મતદાન માટે વતન આવતા મતદારો ખાનગી કે સરકારી વાહનોમાં આવતા વાહનો પર સ્ટીકરો જોવા મળ્યા. જોજો મતદાન પૂર્વે મત કોને આપવો ભાજપ સરકારે કરેલ અત્યાચાર યાદ આવે છે ? આવા પ્રશ્નો કરતા બેનરો અને સ્ટીકરો સાથે ફોરવ્હીલ ગાડીઓ તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભાજપને મત નહીંની અપીલ અને ચૌદ પાટીદાર યુવાનોની હત્યા અને સોસાયટીઓમાં વાહનોને તોડફોડ રાહદારીઓ...
વધુ વાંચો

જાફરાબાદ ખાતે ભાજપ ઉમેદવાર હીરાભાઈ સોલંકી સાથે તેમના પત્ની શાંતુબહેન સાથે સવારે મતદાન કર્યુ. એક મતદાનની કિંમત જાણોના આદેશ સાથે શાંતિપૂર્વક ૬૬.પ૦ ટકા નોંધાયું હતું.
જાફરાબાદ ખાતે ભાજપ ઉમેદવાર હીરાભાઈ સોલંકી સાથે તેમના ધર્મપત્ની શાંતુબહેન સાથે મતદાન કન્યા શાળા ખાતે કરતા તેમજ તેમના બહોળી સંખ્યામાં સમર્થકોએ પણ મતદાન શાંતિપૂર્વક કર્યુ તેમજ સવારે પોતાનું મતદાન કરી તેમના હજારોની સંખ્યામાં કાર્યકરો, સમર્થકોને આદેશ અપાયા કે મતદાન શાંતિપૂર્વક...
વધુ વાંચો

૯૮ વિધાનસભા રાજુલા ખાતે કોંગ્રેસના ઉમેદવાર અંબરીશભાઈ ડેરની હજારો કાર્યકર્તાઓ સાથે બુથ પર એકલા જઈ કુમાર શાળા-૧માં પોતાનો મત અપાયો સાથે કાર્યકર્તાઓને મતદાન કરાવવા આદેશ સાથે ૧ મતની કિંમત કેટલી તે સમજાવ્યું અને ૬૬.પ૦ ટકા કુલ મતદાન થયું હતું.
અંબરીશભાઈ ડેરએ તા.૯-૧રના ૯૮ વિધાનસભા રાજુલા કુમાર શાળા નં.૧ ખાતે પોતાનો મતાધિકાર આપવા જતા બહોળી સંખ્યામાં સમર્થકો સાથે આચારસંહિતાને માન આપી એકલા મતદાન બુથ પર જઈ શાંતિપૂર્વક પોતાનું મતદાન આપી વીવીપેટમાં...
વધુ વાંચો

તાલાળા તાલુકાના જશાધાર ગામે આજે મતદાનના દિવસે ૮૭ વર્ષની ઉંમરે રામોલીયા લાધાભાઈ રણછોડભાઈએ મતદાન કર્યુ હતું.
ગીર સોમનાથ જિલ્લાના ૯૧-તાલાળા વિધાનસભા મત વિસ્તારમાં આવતા જશાધાર ગામના વયોવૃધ્ધ લાધાભાઈ રામોલીયાએ આજે સવારે બુથ નંબર ૧૦ર/રપ૮ મતદાન મથક જશાધાર-ર, પ્રા. શાળા ખાતે મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થયા હતા. લાધાભાઈએ મતદાન કરી જણાવ્યું હતું કે, આજે મારી ઉંમર ૮૭ વર્ષ હોવાની સાથે હું સારી રીતે લાકડીના સહારે પગપાળા મતદાન મથકે પહોંચી મતદાન...
વધુ વાંચો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં લોકશાહીના મહાપર્વ ર૦૧૭માં વધુમાં વધુ મતદાન થાય તેવા આશ્રયથી વોર્ડ નં.૧ના પથારીવસ મતદાર બાલકૃષ્ણ મુકુંદરાય ત્રિવેદી ઉર્ફે જગદિશભાઈ કે જેઓ છેલ્લા ર૦૧૩થી ફેફસા, વાલ, આંતરડાઓની અનેક બિમારીઓથી પથારીવસ હોય તેમના પરિવારમાં તેમના બે ભાઈઓ તેમાં એક ભાઈની માનસિક સ્થિતિ અસ્થિર હોય આમ છતાં તેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા સામાજિક કાર્યકર અનિષ રાચ્છ, શરદભાઈ, સનીભાઈ શર્મા, વિપુલભાઈ, દિનેશભાઈ વગેરેઓ સ્ટેચર પર સુવડાવી તેમને...
વધુ વાંચો

ભરૂચમાં રહેતા ૧૧૫ વર્ષના વયોવૃદ્ધ મહિલા મતદાર લખમાં બાએ આજે વિધાનસભાની ચુંટણીમાં મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી. લખમાં બા તેઓના પરિવારજનો સાથે ભરૂચના સ્ટેશન રોડ મિશ્ર શાળા ખાતેના મતદાન મથક પર પહોચીને મતદાન કર્યુ હતું.


વધુ વાંચો