1301

વેરાવળ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર અને જિલ્લા પંચાયત ગીર-સોમનાથ દ્વારા ખારવા સમાજની વંડીમાં અને સુત્રાપાડા ખાતે આજે નારી અદાલત અંતર્ગત મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં આયોગ દ્વારા મહિલાઓને પડતી મુશ્કેલીઓ અંગે  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે ગુજરાત રાજ્ય મહિલા આયોગનાં અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, બહેનો માટે ન્યાય મેળવવાની એક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ છે. ગુજરાત સરકારની મહિલાઓના ઉત્થાન માટે વિવિધ ૩૦૦ જેટલી યોજનાઓ અમલમાં છે. જેમ કે વિધવા પેન્શન, શિવણ ક્લાસ, શિષ્યવૃતિ, મફત શિક્ષણ વિગેરે આ યોજનાઓનો લાભ દરેક મહિલાઓએ લેવો જોઇએ. મહિલા આયોગ દ્રારા ૧૫૦૦૦ થી વધુ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવેલ છે. રાજ્યમાં હાલ ૨૪૦ નારી અદાલતો કાર્યરત છે. મહિલા આયોગ દ્રારા એન.આર.આઇ.સેલ ની રચના કરેલ છે જેથી તેમનાં કેસોનું સમાધાન કરવામાં આવે છે. રાજ્યમાં ૨.૫૦ લાખ સખી મંડળ કાર્યરત છે. જેમાં ૩૫ લાખ મહિલાઓ સભ્ય છે.
મહિલાઓ આત્મનિર્ભર બને મહિલાઓને બંધારણીય હક્કો મળેલ છે. તેનુ રક્ષણ થવુ જોઇએ. સ્વસ્છતા રાખવા મહિલાઓને અનુરોધ કર્યો હતો. મહિલા સામાખ્ય ગુજરાતના સયુંક્ત ઉપક્રમે ચાલતી નારી અદાલતના અપેક્ષાબેન ભટ્ટે જણાવ્યું હતુ કે, નારી અદાલતમાં મહિલાઓને જરૂરી ન્યાય અને સુરક્ષા  મળે છે. મહિલાઓ મહિલા સશક્તિકરણની દિશામાં આગળ વધે. તમામ કક્ષાએ મહિલાઓનું સંકલન થાય છે. મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. મદદનીશ સરકારી વકિલ બી.એચ.પ્રજાપતિ દ્રારા મહિલા સબંધિત કાયદાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.