4877

ભાવનગર શહેરનાં પ્રભુદાસ તળાવમાં રહેતો શખ્સ અમદાવાદથી ભાવનગર આડોડીયાવાસમાં ઈગ્લીંશ દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી એલ.સી.બી. ટીમને મળતાં હાઈવે પર નીરમાનાં પાટીયાં પાસે વોચમાં રહી ઈગ્લીંશ દારૂ ભરેલો કાર સાથે એક શખ્સને ઝડપી લઈ પુછપરછ કરતાં આ દારૂ આડોડીયાવાસમાં રહેતો મહિલા બુટલેગરને દેવાનો હોવાની કબુલાત આપી હતી.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફને આડોડિયા વાસમાં રહેતાં પુજાબેન પ્રદિપભાઇ આડોડીયાની ટાટા ઇન્ડિકા વિસ્ટા કાર રજી.નંબર-ય્ત્ન-૦૪-મ્ઈ ૩૫૨૮માં તેનો ડ્રાયવર મુસ્તાક હારૂનભાઇ વારૈયા ઉપરોકત નંબરની કારમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી અમદાવાદ બાજુથી ભાવનગર નિરમા પાટીયા બાજુ આવે છે.તેવી બાતમી મળી આવેલ.જે બાતમી આધારે ખાનગી વાહનમાં ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર ક્રિષ્ના હોટલની આગળ રોડ ઉપર વોચમાં રહેતાં અમદાવાદ બાજુથી ઉપરોકત હકિકતવાળી કાર આવતાં રોકી સાઇડમાં ઉભી રખાવી જોતાં ડ્રાયવર મુસ્તાક ઉર્ફે મુસ્તુ હારૂનભાઇ વારૈયા ઉ.વ.૨૭ રહે. શેરી નંબર-૭,પ્લોટ નં.૩૪૮,હવા મસ્જીદ, પ્રભુદાસ તળાવ વાળો મળી આવેલ.જે સફેદ કલર ની ઇન્ડિકા વિસ્ટા કારમાં જોતાં વ્હીસ્કી ૭૫૦ બોટલ નંગ-૧૧૮ કિ.રૂ. ૩૫,૪૦૦/- તથા ૭૫૦ બોટલ નંગ-૧૦૬ કિ.રૂ. ૩૧,૮૦૦/- તથા તેની અંગજડતીમાંથી કાળા કલરનો નોકિયા કંપનીનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/-કાર કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- ગણી કુલ રૂ.૨,૬૭,૭૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે ઇંગ્લીશ દારૂ બાબતે પુંછતાં આ ઇંગ્લીશ દારૂ આડોડિયાવાસમાં રહેતાં પુંજાબેન પ્રદિપભાઇ આડોડિયાએ મંગાવેલ હોવાનું જણાવેલ.જેથી આ અંગે કુલ રૂ.૨,૬૭,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તેને ધોરણસર અટક કરી તેનાં વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન માં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.