3816

ભાવનગર જિલ્લા પંચાયતના તેત્રીસમાં લોકદરબાર અત્રેના ઘાંચીવાડ વિસ્તારમાં રાખવામાં આવેલ. જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, બી.જે. સોસા, પદુભા ગોહિલ, નિતાબેન રાઠોડ, પ્રતાપભાઈ મોરી, ભરતભાઈ કંટારીયા વિગેરે અગ્રણીઓ તેમજ વહિવટી-અધિકારીઓ સાથે ગામના સાઈઠથી વધુ પ્રશ્નોની સ્થળ ઉપર ચર્ચા કરી નિકાલ કરેલ
 આ સભામાં ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉમટી પડતા સભા સ્થળ ટુકુ પડતા બહારના ભાગમાં પણ મોટીસંખ્યામાં ગ્રામ્યજનો ઉભા હતા. વરતેજ જિલ્લા પંચાયત-સીટના કરદેજ, નવાગામ, શામપરા, સોડવદરા, ફરિયાદકા, શેઢાવદર વિગેરે ગામોના અગ્રણીઓ, ગ્રામ્યજનો વિગેરે હાજર રહી વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરેલ.