7894

સિહોર શહેરમાં હાલ ગયેલી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ આઈ.ટી સેલના ઉપપ્રમુખ દેવભાઈ મકવાણા અને મહામંત્રી માનશંગભાઈ ડોડીયાને પક્ષમાંથી પાલિકા લડવા માટે ટિકિટ ન મળતા તેમના દ્વારા પક્ષની વિરુદ્ધમાં જઈને અપક્ષમાં થી ફોર્મ ભરીને ચૂંટણી લડ્યા હતા. પક્ષ વિરોધી કાર્યને લઈને કોંગ્રેસ  પક્ષના (આઈ.ટી સેલ) પ્રદેશ ઉપાધ્યક્ષય મિલન કુવાડિયાના સુચનાથી ભાવનગર જિલ્લા કોંગ્રેસ(આઈ. ટી સેલ)  પ્રમુખ શિવાભાઈ ડાભી અને સિહોર શહેરના પ્રમુખ શિવાંગ જૈન દ્વારા બંને હોદેદારો પાસેથી પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ તેમના હોદાઓ પરત ખેંચી લેવાયા છે. રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ગુજરાતની ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં લઈને પક્ષના માળખામાં ધરખમ ફેરફારો કરવાના સૂચન આપ્યા બાદ આ કાર્ય ધીમે ધીમે શરૂ કરી દેવાયું છે તે કોંગ્રેસની હાલની નવા હોદ્દાઓની વરણી અને પક્ષ વિરોધી કાર્ય કરનાર હોદેદારો, કાર્યકરો સામે લાલ આંખ કરી છે.