તા.૦૧-૧૦-ર૦૧૮ થી ૦૭-૧૦-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1357

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો દરેક ક્ષેત્રે કાર્ય સફળતાના યોગ આપે છે. રાહુ ગ્રહના અશુભ બંધનયોગના કપરા સમયમાં પણ ગમે તેવા રોગ શત્રુ સામે વિજયી મેવી શકશો. કાર્ય સફળતાના યોગ મળે છે. માત્ર સમયનો સદઉપયોગ કરી લેશો નહીં તો ભવિષ્યમાં જ નિષ્ફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિશ્વાસ કેળવવો જરૂરી છે. સંતાનોના કાર્યોનું નિરાકરણ મળશે. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળસ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે.  આપના માટે બુધવારના વ્રત અને પિપળે પાણી પધરાવવાથી લાભ રહેશે. બહેનો અને વીદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ હજુ આ સપતાહમાં પણ સ્વહસ્તે કરેલા કાર્યો અને નિર્ણયોથી લાભ રહેશે. પરાવલંબી બનશો તો નુકશાની અને નિરાશા મળી શકે છે. શનિગ્રહની પનોતી શરૂ છે માટે સફળતાની ગતી ધીમી મળશે. માટે ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો  અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના કાર્યોથી લાભ રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો દિન પ્રતિદિન નિરાશા અને નિષ્ફળતા મળવાના યોગ મળે છે. તેમ છતા હજુ આ સપ્તાહમાં મહત્વના નિર્ણયો અને કાર્યો પુર્ણ કરવાથી લાભ રહેશે. કારણ કે ભવિષ્ય મા જ ગુરૂ ગ્રહની નિર્બળતા મળી રહી છે જે છુપા રોગ શત્રુ આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભફળ મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી  આનંદ રહેશે.  આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સુર્યનેઅ ર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ટુંક સમયમાં જ કાર્ય પધ્ધતિમાં ફેરફાર આપશે જે આપના માટે લાભદાયી પુરવાર થશે. માત્ર કાલ્પનીક ભય અને  વધુ પડતી અપેક્ષાનો ત્યાગ કરવો જરૂરી છે. ભવિષ્યના સમયમાં જ ગુરૂગ્રહના બંધનયોગથી મુક્તિ મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે સોમવારના વ્રત અને નિત્ય ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય મળશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો રાહુ ગ્રહના બંધનયોગના કપરા સમયમાં કાર્ય સફળતા મળવી મુશ્કેલ હોય છે. પણ સુર્ય બુધનો શુભ યોગ ઘનસ્થાનમાં મળે ત્યારે કપરા કાર્યો પણ સરળ બની જાય છે. માત્ર સમયનો સદઉપયોગ કરવો જરૂરી છે. નહીં તો ભવિષ્યમાં ગુરૂ ગ્રહનો બંધનયોગ મળે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદાર  અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી  અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે.  આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુસહસ્ત્ર નામાવતીના હજાર નામ વાંચવથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકાર સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે નવા કાર્યોનું આયોજન પણ સફળ થશે. માત્ર સફળતાની ગતી મંદ હશે તેથી ઉતાવળા સ્વભાવનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનો પ્રગતી જોઈ શકશો. આપનુેં આરોગ્ય ચિતાં આપી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ દાયી ફળ મળશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો યથાવત બંધન યોગના અશુભ સમયમાં પણ કાર્ય સફળતાનું નિરકારણ કરવાની પ્રેરણા એ છે કારણ કે ગુરૂ ગ્રહનું જનમના ચંદ્ર .પરનું ભ્રમણ નસીબનો સહકાર આપે છે. જે યોગ સમય પછી નહીં મળી શકે તેવું બની શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા નિર્ણયો ન કરવા પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો સંતાનોના મહત્વના કાર્યોનું નિરાકરણ મળશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે મંગળવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે.  બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય  મળી શકે છે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ખુશ ખબર લઈને આવે છે. પરાક્રમ સ્થાન અને લા સ્થાનની પ્રબળતા કાર્ય સફળતા તો આપે જ છે પણ થોડા સમયમાં ગુરૂ ગ્રહના બંધનયોગમાંથીમ ુક્તિ મળે છે. તેથી ધીમીગતીએ અટકાયેલ કાર્યોનું નિરાકરણ મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ અગ્ની પરિક્ષામાં વૃધ્ધી કરી શકે છે. શની રાહુ અને થોડા સમયમાં રાશીપત્તી ગુરૂ ગ્રહ પણ બંધનયોગમાં વૃધ્ધી કરે છે. તેથી જન્મના ગ્રહો અને ઈશ્વરના આર્શીવાદ હશે તો કાર્ય સફળતા મળી શકે છે. માનસિક એકાગ્રતા કેળવવી  જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. સંતાનોના કાર્યોમાં અડચણો મળી શકે છે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને ઈષ્ટદેવનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહના બંધનયોગના અશુભ સમયમાં પણ થોડા સમયમાં ગુરૂ ગ્રહના આર્શીવાદ મળે છે જે કરેલી મહેનતનું ફળ આપી શકે છે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ બનશે. માત્ર ધીરજ કેળવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના કાર્યોમાં પ્રગતિ થશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી લચાભ રહેશે. કર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાનજીની ભક્તિ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી આપુષ્ય સ્થાન અને વ્યય સ્થાનમાં બંધનયોગ હજુ પ્રતિકુળ ફળ આપે છે. અને થોડા સમયમાં ગુરૂગ્રહનું ભ્રમણ વધુ મહેનતે થોડી સફળતા આપી શકે છે. તેથી કાર્યક્ષમતામાં અત્યારથી વૃધ્ધ કરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી બનશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ લાભ સ્થાન અને કર્મસ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ તો આપે  જ છે. પણ ટુક સમયમાં આપના રાશી પત્ની ગુરૂ ગ્રહના આઠમાં બંધનયોગથી મુક્તિ મળશે જે આપના માટે ખુબ જ શુભ સંકેત લઈને આવે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોનો સહકાર મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. જાહેર જીવનમાં અચાનક પ્રગતી મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને લક્ષ્મીજીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકાર સમય રહેશે.

Previous articleશહેરમાં પ્રોેફેશનલ રાસ ગરબાર યોજવા અંગે આયોજકોમાં નિરસતાનો માહોલ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે