રેલ કર્મચારીઓનાં વિવિધ પ્રશ્નો અંગે WRMS દ્વારા રેલી, સુત્રોચ્ચાર કરાયા

1347

એન.એફ.આઈ.આર. સ્તરની કારોબારી મીટીંગ તા.૬-૭નાં રોજ દિલ્હી ખાતે યોજાયેલ જેમાં રાષ્ટ્રિય નેતા ડો.એમ.રાઘવૈયા, તથા વેસ્ટર્ન રેલ્વે મંજદુર સંઘનાં જનરલ સેક્રેટરી જે.જી. માહુરકર વિશેષ ઉપસ્થિત કરેલ. બે દિવસ ચાલેલી આ મીટીંગમાં રેલ કર્મચારીઓ તેમજ કેન્દ્રીય કર્મચારીઓની વિવિધ વાજબી માંગણીઓ અંગે ચર્ચા વિચારણાનાં અંતે એક ઠરાવ પસાર કરેલ કે સમગ્ર દેશમાં તેમજ ભારતીય રેલમાં કેન્દ્રીય કર્મચારીઓનાં વિવિધ સંગઠનો દ્વારા તા.૭-૧-૨૦૧૯ નાં રોજ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી થયેલ. આ ઠરાવનાં ભાગરૂપે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા આજરોજ એક રેલીનું આયોજન કરેલ જે રેલી સંઘનાં મુખ્ય કાર્યાલય ભાવનગર પરાથી ડીઆરએમ ઓફિસ સુધી કરવામાં આવેલ તેમજ ડીઆરએમ ભાવનગરને એક આવેદનપત્ર આપેલ જે આવેદન પત્ર સંઘનાં જનરલ સેક્રેટરી જે.જી. માહુરકર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અવગત કરાવેલ. મેમોરેન્ડમમાં કર્મચારીઓને સ્પર્શતા પ્રશ્નો જેવા કે ન્યુ પેશન સ્કિમ દુર કરીને જુની પેશન સ્કિમ લાગુ કરવી, મિનિમમ પગાર ૧૮૦૦૦થી વધારીને ૨૧૦૦૦ રૂપીયા કરવો, પગારની ફીટમેન્ટ ફોર્મુલામાં સુધારો કરવો તમામ સેફટી કેટેગરીનાં કર્મિચારીઓને રીસ્ક એન્ડ હાર્ડશીપ એલાઉન્સ આપવુ, સેફટી કેટેગરીમાં લાંબા સમયથી પડેલ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી, રેલ્વેમાં ખાનગીકરણ બંધ કરવુ. આ ઉપરાંત સાંજે ભાવનગર ટર્મિનસ ખાતે બાંદ્રા ટ્રેનનાં સમયે બહોળી સંખ્યામાં કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરીને શક્તિ પ્રદર્શન કરેલ. ઉપસ્થિત રેલ કર્મચારીઓને સંઘનાં વર્કિંગ જનરલ સેક્રેટરી આર.જી. કાબરા દ્વારા વિસ્તૃત જાણકારી આપેલ.

Previous articleખેડૂતો પર થયેલા પોલીસ દમનના વિરોધમાં ગારિયાધાર મામલતદારને આવેદનપત્ર અપાયું
Next articleનેશનલ હાઈ-વેનો ફોરલેન ઉંચો બનતા કાગવદરને સર્વિસ રોડ આપવા માંગણી