7069

રાજ્યની સ્વનિર્ભર એન્જિનિયરિંગ અને ફાર્મસીની ફી નક્કી કરવા માટે રચાયેલી ફી રેગ્યુલેટરી કમિટીએ આજે વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૧૯-૨૦ના ૩ વર્ષની ફી જાહેર કરી છે. જેમાં ૬૧૩ કોલેજોએ ફી અંગેની દરખાસ્ત કમિટી સમક્ષ રજૂ કરી હતી. જેમાં ૩૯ કોલેજો બંધ થઈ ગઈ છે. જ્યારે ૫૬૪ કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે. એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીની ૧૧૩ કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે ૨૧૨ કોલેજોની ફી વધી, જ્યારે માત્ર ૧૯ કોલેજોની ફી ઘટી છે.
ફી નિર્ધારણ સમિતિ દ્વારા સ્વનિર્ભર એન્જિનિયરિંગ અને ટેકનિકલ કોલેજોની દરખાસ્તોને આધારે નવું ફી નિર્ધારણ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કુલ ૫૭૪ કોલેજોમાંથી ૧૯ સંસ્થામાં ફી ઘટાડો કરેલો છે. જ્યારે ૪૩૪ સંસ્થામાં કોઈ ફી વધારો કર્યો નથી. તેમજ ૧૨૧ સંસ્થામાં ફી વધારો કરવામાં આવ્યો છે. જે પૈકી ૩૧ સંસ્થાઓને પાંચ ટકાની મર્યાદામાં ૪૧ સંસ્થાઓને ૧૦ ટકાની મર્યાદામાં અને ૪૯ સંસ્થાઓને ૧૫ ટકા સુધીની મર્યાદામાં ફી વધારો મંજુર કરવામાં આવ્યો છે. આમ ૫૭૪માંથી ૧૨૧ સંસ્થાઓને મહત્તમ ૧૫ ટકા સુધીનો વધારો આપવામાં આવ્યો છે. જે કુલ સંસ્થાના ૨૧ ટકા જેટલો થાય છે.અમદાવાદ ટેક્નિકલ કોલેજની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા જાહેર કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૭ થી લઈને ૨૦૧૯ના સત્રની ફી જાહેર કરવામાં આવી છે. મહત્વનુ છે કે,  ૬૧૩ કોલેજોની ફી નક્કી કરવા માટે કમિટિની દરખાસ્ત કરવામાં આવી. જોકે હાલમાં ૬૧૩ કોલેજોમાંથી ૩૯ કોલેજો બંધ થઈ છે.
ત્યારે હવે ૫૬૪ કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.. વર્ષ ૨૦૧૭ના એડમિશન ઝોનમાં મુકવામાં આવેલ ૧૦ કોલેજોની ફી નક્કી કરવામાં આવી નથી. જ્યારે ૨૦૧ના નવા કોર્ષ ચાલુ કરનાર ૨૯ કોલેજોની પણ ફી નક્કી કરવામાં આવી નથી.. જોકે  હાલમાં એન્જીનિયરિંગ અને ટેક્નોલોજીની ૧૧૩ કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.
જેમા ફાર્મસી ૬૫ કોલેજ, આર્કિટેકચરની ૨૮ કોલેજ અને પ્લાશનગની ૫ કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.. તો બીજી તરફ ડિપ્લોમા એન્જીનિયરીંગની ૯૭ કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.. જ્યારે  સ્ઈ.સ્.્‌ઈઝ્રૐની ૬૩ કોલેજ, સ્-ઁૐઈઇસ્ની ૫૫ કોલેજ, સ્મ્છની ૮૮ કોલેજ અને સ્ઝ્રછની ૫૧ કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.

ટેક્નિકલ કોલેજના ફી માળખા પર એક નજર
* ૨૧૬ કોલેજોની ફી યથાવત્‌
*  ૧૯ જેટલી કોલેજોની ફીમાં ઘટાડો
* ૪૩૪ સંસ્થાઓને ફીમાં કોઈ વધારો નહીં
* ૧૨૧ જેટલી સંસ્થાઓની ફીમાં કરાયો વધારો
* ૧૨૧માંથી ૩૧ સંસ્થાઓને ૫ ટકા સુધીનો ફી વધારો
* ૧૨૧માંથી ૪૧ ૫થી ૧૦ ટકા સુધીનો ફી વધારો
*    ૪૯ સંસ્થાઓને ૧૦થી ૧૫ ટકા સુધીનો ફી વધારો
*   ૧૫ ટકાથી વધુ ફી વધારો કોઈ સંસ્થાને નહીં