3863

જા.કે.ઉ.મંડળ સંચાલિત પારેખ અને મહેતા હાઈસ્કુલ તથા એન.કે. એસ.સી. મોદી ઉચ્ચતર માધ્યમિક શાળા જાફરાબાદમાં આજે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવેલ.
જે અન્વયે મુંબઈથી પધારેલા જા.કે.ઉ.મંડળના ટ્રસ્ટીઓ પ્રમુખ કિરીટભાઈ મહેતા, ઉપપ્રમુખ લલિતભાઈ મોદી, માનદમંત્રી યોગેશભાઈ ગોરડિયા, ખજાનચી, સુરેશભાઈ મોદી, રાજેશભાઈ ગોરડિયા, હેમતભાઈ સંઘવી, આશાબેન વાકિયાણી, મમતાબેન જાની વગેરેનું આચાર્ય પુરોહિત સુપરવાઈઝર વિજયભાઈ પંડ્યા, અમૃતલાલ પટેલ અને શાળાનાં સારસ્વત ગણ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ ધોરણ ૧૧ની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવેલ. શાળામાં ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ધોરણ ૯ અને ૧૧માં પ્રથમ અને દ્વિતિય સ્તાન પ્રાપ્ત કરનાર સમગ્ર શાળામાં પ્રથમ અને દ્વિતિય ક્રમ લેનાર તેમજ શાળાની અન્ય સ્પર્ધાઓમાં નંબર લેનાર છાત્ર છાત્રાઓને ટ્રસ્ટીઓનાં વરદહસ્તે ઈનામ આપવામાં આવેલ ટ્રસ્ટીઓ દ્વારા બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવા અને સારૂ પરીણામ લાવવા અંગે શુભેચ્છા પાઠવેવલ. પ્રાર્થના સભાનું સંચાલન ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની બહેનો શિયાળ જલ્પાબેન અને ચૌહાણ સવિતાબેન દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમના અંતે આભાર વિધિ આચાર્ય હરેશભાઈ પુરોહિતે કરેલ.