તળાજાના તલ્લી ગામે ગાંધીજીને પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો

397

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તળાજા તાલુકાના તલ્લી ગામ ખાતે ગાંધી જયંતિના દિવસ નિમિત્તે ગામના બાળકો, યુવાનો સાથે મળી મહાત્મા ગાંધીજી પુષ્પાંજલિ અર્પણ કરી ” મિશન સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત તલ્લી ગામમાં સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી માં સ્વચ્છતા ના વિવિધ સ્લોગન અને સ્વચ્છતા ના નારા સાથે બાળકો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક રેલી માં જોડાના હતા તેમજ સરપંચ શ્રી તલ્લી ગામ પંચાયત જીવનભાઈ નાજાભાઇ વાંશિયા, પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી કાળુભાઈ શિયાળ યુવા મિત્રો શ્રી રમેશભાઈ વાશિયા, લાલજીભાઈ વાશિયા, કિશોરભાઈ વાંશિયા અને હરેશભાઈ પીઠડીયા નો સહયોગ મળ્યો હતો તે બદલ નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના તળાજા તાલુકા પ્રમુખ શ્રી રામકૃષ્ણ વાશિયા એ આભાર વ્યક્ત કર્યો હતો.