પાલીતાણા ભૈરવ ધામ તથા ઘંટાકર્ણ ખાતે ચર્તુદશી નિમિત્તે મહા યજ્ઞનું આયોજન કરાયું

107

લાકડીયા પુલ ખાતે આવેલ ભૈરવ ધામ ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં
ભાવનગર શહેર-જિલ્લામાં અનંત ચર્તુદશી નિમિત્તે આવેલ ભૈરવ મંદિર-ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે કાળી ચૌદશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહાપૂજા સાથે હોમાત્મક યજ્ઞકાર્યો નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભજન-ભોજન સાથે આહૂતિ હોમનો લ્હાવો લીધો હતો.

તેત્રીસ કોટી દેવી-દેવતાઓ ના સેનાપતિ અને ભગવાન શિવ ના ગણ એવાં કાળભૈરવ ની ઉપાસના-આરાધનાનું પર્વ એટલે અનંત ચર્તુદશી આસોવદ ચૌદશ ના રોજ ઉજવાતુ આ પર્વ ગોહિલવાડમાં દર વર્ષે હર્ષોલ્લાસ ભેર ઉજવવામાં આવે છે જે અંતર્ગત ગત તા,૩ ઓક્ટોબર ને બુધવાર ના રોજ શહેર-જિલ્લામાં આવેલ નામીઅનામી ભૈરવ મંદિરો ખાતે કાળી ચૌદશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી શહેરના ક્રેસંટ સર્કલ સ્થિત ઘંટાકર્ણ જૈન દેરાસર ખાતે આવેલ ભગવાન ઘંટાકર્ણ ની વિશેષ પૂજા-અર્ચના સાથે હોમાત્મક યજ્ઞમાં ભક્તો એ આહૂતિ અર્પણ કરી ર્સુરભિક્ષની કામનાઓ કરી હતી એજ રીતે જૂના બંદર સ્થિત લાકડીયા પુલ નજીક આવેલ ભૈરવધામ ખાતે હરનાથ બાપુ સંચાલિત આશ્રમમાં પણ મહાપૂજા સાથે યજ્ઞયજ્ઞાદી કાર્યો સાથે પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા એજ રીતે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશોમાં વસતાં મૂળ નિવાસી ગુજરાતી ઓના આસ્થાનું કેન્દ્રબિંદુ પાલીતાણા માં આવેલ કાલભૈરવ ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોમાત્મક યજ્ઞ કર્ય નું આયોજન ભૈરવધામ ના રમેશભાઈ શુક્લ ની રાહબરી-માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં ભૈરવ ઉપાસકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીફળ લીંબુ કમળકાકડી સમિધ ઘી સહિતના હૂતદ્રવ્યો નો હોમ કર્યો હતો સવારે શરૂ થયેલ યજ્ઞની મોડી રાત્રે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી આ ઉપરાંત મહાકાળી ના ઉપાસકો દ્વારા પરંપરાગત સ્વાગ સાથે સ્મશાનોમા ખાસ અનુષ્ઠાનો યોજવામાં આવ્યાં હતાં.

Previous articleઆજે પ્રકાશ પર્વ દિપાવલી : કાલે નવા વિક્રમ સવંતનો પ્રથમ સુર્યોદય
Next articleપતિએ કરી પત્નીની હત્યા