નાયરાએ પરિવાર સાથે ગોલ્ડન ટેમ્પલના દર્શન કર્યા

4

શિવાંગી જોશી છેલ્લા પાંચ કરતા વધુ વર્ષથી ’યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરા/સિરતનું પાત્ર ભજવી રહી હતી અને ગયા મહિને તેણે શો છોડ્યો હતો. રાજન શાહીને અલવિદા કહ્યા બાદ શિવાંગી જોશી વેકેશનના મૂડમાં છે. ગયા મહિને એક્ટ્રેસ તેની સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ ફ્રેન્ડ નેહા મહાજન સાથે દુબઈ ગઈ છે, જ્યાં તેણે ખૂબ આનંદ કર્યો હતો. હવે, શિવાંગી જોશી પરિવારના સભ્યો સાથે પંજાબના અમૃતસર પહોંચી છે. શિવાંગી જોશીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પરિવાર સાથેની અમૃતસરની ટ્રિપની તસવીરો શેર કરી છે. અમૃતસર પહોંચતાની સાથે જ એક્ટ્રેસ અને તેના પરિવારે સૌથી પહેલા ગોલ્ડન ટેમ્પલમાં માથું ટેકવ્યૂં હતું. શિવાંગીએ જે તસવીરો શેર કરી છે તેમાં તે વાદળી અને સફેદ કલરના ડ્રેસમાં મંદિરને દૂરથી નિહાળતી જોવા મળી રહી છે. શિવાંગીએ એક સેલ્ફી શેર કરી છે. જેમાં તે મમ્મી-પપ્પા અને પરિવારના અન્ય બે સભ્યો સાથે જોવા મળી રહી છે. તમામ ગુરુદ્ધારા પાસે આવેલા પાણીના કુંડની પાળી પર બેસીને પોઝ આપી રહ્યા છે. આ સિવાય અન્ય તસવીરમાં એક્ટ્રેસના મમ્મી યશોદા જોશી અને પપ્પા સુમનપ્રકાશ જોશીને જોઈ શકાય છે. અમૃતસરની મુલાકાત લે અને પંજાબી થાળીનો આનંદ ન માણે તેવું બને જ નહીં. જોશી પરિવારે અમૃતસરની જાણીતી રેસ્ટોરન્ટમાં પંજાબી ફૂડ ખાધુ હતું. એક્ટ્રેસે પંજાબી થાળી અને ટેબલ પર બેસીને બધા ભોજન લઈ રહ્યા હોય તેવી તસવીર શેર કરી છે. શિવાંગી જોશીએ વીડિયો પણ શેર કર્યા છે. જેમાં તે એક ટ્રક પાસે ઉભા રહીને પોઝ આપી રહી છે અને બેકગ્રાઉન્ડમાં સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ’ગદર’નું સોન્ગ ’મેં નિકલા ગાડી લેકે’ વાગી રહ્યું છે. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, શિવાંગી જોશી આમ તો ઘણી સીરિયલોમાં કામ કરી ચૂકી છે પરંતુ તેને નામના ’યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી મળી હતી. શોમાં લીપ આવતા એક્ટ્રેસની એક્ઝિટ થઈ હતી.