GHCL સામે આંદોલન કરતા લોકોએ મુખ્યમંત્રી સામે કાળા વાવટા ફરકાવ્યા

902
guj1452018-2.jpg

ઝરખીયામાં મુખ્યમંત્રીના ચાલુ ભાષણે પીપાવાવ ગામના આમરણાંત પર જીપીસીએલ કંપની સામે બેસેલ આંદોલન કારીઓએ અગાઉ કરેલ જાહેરાતથી મુખ્યમંત્રી સામે વિરોધમાં કાળાવાવટા ફરકાવતા પહેલા જ પાંચની ધરપકડ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાજપ હાય હાય કરતા બે કોંગ્રેસીઓથી પોલીસ તંત્રમાં અફડાતફડી આજે ૧૯મી દિને આંદોલન ઉગ્ર બન્યું. 
રાજુલાના પીપાવાવ ગામથી લઈ ભેરાઈ વિકટર, કથીવદર,થી લઈ જાફરાબાદના મીતીયાળા, જાફરાબાદ, વઢેરા સહિતમાં ગેરકાયદે જીએચસીએલ કંપનીએ ગામોની જમીનમાં કરેલ ગેરકાયદે દબાણ હટાવવા ૩૧ ગામના ખેડૂતો રાજુલા પ્રાંત કચેરી ખાતે પ્રથમ ૧ર દિવસ પ્રતિક ઉપવાસ પર બેસી ગયેલ પણ સરકાર તરફથી કોઈ કાર્યવાહી ન થતા આખરે રાજુલાના કડીયાળી ગામના ભાજપના જ સક્રીય કાર્યકર જીલુભાઈ કોળી તેમજ ભાંકોદરના માંધાતા ગ્રુપ પ્રમુખ મધુભાઈ સાથે ખેડુતો જોડાઈને આમરણાંત ઉપ્વાસ પર બેસી ગયા અને મુખ્યમંત્રીને ડેપ્યુટી કલેકટર ડાભી સાહેબ દ્વારા અનેકવાર બૈરા છોકરાઓ સહિત આવેદનપત્ર અરે બૈરાઓ છોકરાઓ બહોળી સંખ્યામાં થાળીઓ વગાડી તંત્ર અને સરકારના બંધ થયેલ કાનને થાળીઓના ગગન ચુંબી અવાજોથી સંભળાવતા સંભાળવતા પ્રાંત સાહેબને આવેદન પત્ર આપ્યા છતા કોઈ કાર્યવાહી ન થતા લાઠીના ઝરખીયા ગામે મુખ્યમંત્રી વિજય  રૂપાણી ખાસ કાર્યક્રમ સુજલમ સુફલમમાં આવવાના હોય ત્યારે આમરણાંત પર બેસેલ આંદોલન કારીઓએ આપેલ અગાઉ ચિમકીથી આંદોલનકારીઓ જાહેરસભામાં મુખ્યમંત્રીના ચાલુ ભાષાણે કોંગ્રેસી ર વ્યકિતઓએ ભાજપ હાય હાયના નારા લગાવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતા પોલીસ તંત્રમાં અફડાતફડી મચી ગઈ અને ર કોંગ્રેસીઓ સહિત પાંચની અટકાયત કરેલ તેમજ આંદોલન કાર્યકરોએ મુખ્યમંત્રી સામે કાળા વાવટા ફરકાવી જબ્બર વિરોધ કરેલ જે બે કોંગ્રેસ કાર્યકરો જેમાં ભરત ગજેરા અને કેતન કસવાલાએ પણ કાળાવાવટા ફરકાવતા પોલીસ તંત્રએ બન્નેને ઢસડી લઈ કાર્યક્રમની બહાર લઈ અટકાયત કરેલ તેમજ રાજુલાથી ગયેલ સામાજીક કાર્યકર અશોકભાઈ ભાલીયા, મુકેશભાઈ કામડ, અજયભાઈ શિયાળ, સંતોષભાઈ ગુજરીયા, ભાણાભાઈ ગુજરીયા, રણછોડભાઈ બાંભણીયા, હંસાબહેન ગુજરીયા, પીપાવાવ ગામ સરપંચ તેમજ ગાગાભાઈ હડીયા, કુંડલીયાળા સરપંચની અલગ અલગ જગ્યાઓમાં ચાર વ્યકિતની લીલીયા તાલુકાના ભોરીંગડા ગામેથી કરેલ અટકાયતમાં ભાવનગરથી ખુદ રેન્જ આઈ.જી. વિશ્વકર્મા અને અમરેલી જિલ્લા ઈન્ચાૃઝ પોલીસ વડા દેસાઈ દ્વારા કડક બંદોસ્ત ગોઠવાયો હતો. 

Previous articleલીંબાળી ડેમની મુલાકાતે ધારાસભ્ય પ્રવિણ મારૂ
Next articleરાજુલાનાં ધાતરવાડી-૨ ડેમની જર્જરીત દિવાલ નવી બનાવવાની કામગીરી શરૂ