૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટના ચાર આરોપીને ગુજરાત એટીએસે અમદાવાદથી ઝડપ્યા

36

ઝડપાયેલા આ ચારેય શખ્સો મુંબઈ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપી હતા, મુંબઈ બ્લાસ્ટ બાદ તમામ આરોપીઓ વિદેશ ભાગી ગયા હતા
અમદાવાદ, તા.૧૭
ગુજરાત એટીએસને એક મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત એટીએસએ અમદાવાદમાંથી દાઉદ ઈબ્રાહિમ ગેંગના ચાર સાગરિતોને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. ગુજરાત એટીએસએ બાતમીના આધારે દાઉદ ગેંગના અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા, સૈયદ કુરેશીની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલા આ ચારેય શખસો ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપીઓ હતા. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મુંબઈ બ્લાસ્ટ બાદ તમામ આરોપીઓ વિદેશ ભાગી ગયા હતા. એ પછી નકલી પાસપોર્ટના આધારે થોડા જ સમય પહેલાં તેઓ અમદાવાદ પરત ફર્યા હતા. ત્યારે બાતમીના આધારે ચારેય આરોપીઓને ગુજરાત એટીએસએ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત એટીએસએ અમદાવાદમાંથી ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસના ચાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ચારેય આરોપીઓ દાઉદ ગેંગના સાગરિતો છે અને તેમાં અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા, સૈયદ કુરેશીનો સમાવેશ છે. મુંબઈ બ્લાસ્ટ બાદ ચારેય આરોપીઓ વિદેશ ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીને ગેરમાર્ગે દોરવા માટે તેઓ પોતાના ઠેકાણા પણ બદલતા હતા. જો કે, ચારેય આરોપીઓને ઝડપી પાડીને પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. તેઓએ મુંબઈમાં ૧૯૯૩માં ૧૨ અલગ અલગ જગ્યાએ બ્લાસ્ટ કર્યા હતા. મુંબઈ સ્ટોક એક્સચેન્જ, નરસી નાથ સ્ટ્રીટ, શિવસેના ભવન, એર ઈન્ડિયા બિલ્ડિંગ, સેન્ચ્યુરી બજાર, માહિમ, ઝવેરી બજાર, સી રોક હોટલ, પ્લાઝા સિનેમા, જૂહુ સેન્ટર હોટલ, સહારા એરપોર્ટ અને સેન્ટર હોટલ એરપોર્ટ ખાતે કરવામાં આવેલા બ્લાસ્ટમાં આ ચારેય આરોપીનો હાથ હતો. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. મુંબઈ બ્લાસ્ટ કેસમાં નાસતા ફરતા ચારેય આરોપીઓને ગુજરાત એટીએસએ અમદાવાદમાંથી ઝડપી પાડ્યા છે. આ ગેંગનો આરોપી અબુ બકર દાઉદ ઈબ્રાહિમનો ખાસ માનવામાં આવી રહ્યો છે. મુંબઈ બ્લાસ્ટ બાદ આ ચારેય આરોપીઓ નાસતા ફરતા હતા. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, બ્લાસ્ટ બાદ તેઓ વિદેશ ફરાર થઈ ગયા હતા. એ પછી નકલી પાસપોર્ટના આધારે થોડા સમય પહેલાં જ તેઓ અમદાવાદ પરત ફર્યા હતા. ત્યારે બાતમી મળતા ગુજરાત એટીએસએ એક ખાસ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે બાદ દાઉદ ગેંગના સાગરિતોને અમદાવાદમાંથી ઝડપી પાડ્યા હતા. ગુજરાત એટીએસએ અમદાવાદમાંથી દાઉદ ગેંગના અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા, સૈયદ કુરેશીને ઝડપી પાડ્યા છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે તમામ આરોપીઓ સતત પોતાના ઠેકાણા બદલતા હતા. સાથે જ તેઓ પાસેથી જે પાસપોર્ટ કબજે કરવામાં આવ્યો છે તેમાં પણ ફેક વિગતો સામે આવી છે. આ ચારેય આરોપીઓ ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આરોપીઓ છે. મુંબઈમાં ૧૯૯૩માં ૧૨ અલગ અલગ જગ્યાએ બ્લાસ્ટ થયા હતા. મુંબઈ સ્ટોક એક્સચેન્જ, નરસી નાથ સ્ટ્રીટ, શિવસેના ભવન, એર ઈન્ડિયા બિલ્ડિંગ, સેન્ચ્યુરી બજાર, માહિમ, ઝવેરી બજાર, સી રોક હોટલ, પ્લાઝા સિનેમા, જૂહુ સેન્ટર હોટલ, સહારા એરપોર્ટ અને સેન્ટર હોટલ એરપોર્ટ ખાતે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલા ચારેય આરોપીઓ મુંબઈ ૧૯૯૩ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ હતા.

Previous articleકોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમના અનેક સ્થળો પર CBI ના દરોડા
Next articleગુજરાતમાં આ વર્ષે ૧૫ જૂન પહેલાં ચોમાસુની આગાહી