સંરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૩ કર્મચારીઓને ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

9

ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા તમામ કર્મચારીઓને ડિવિઝનલ કક્ષાએ ઉત્કૃષ્ટ અને સંરક્ષિત કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે, દર મહિને ડિવિઝનલ રેલવે મેનેજર (ડ્ઢઇસ્) દ્વારા શ્રેષ્ઠ કર્મચારીઓની પસંદગી કરી સન્માન કરવામાં આવે છે. સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર શ્રી અશોક કછાવાહના જણાવ્યા મુજબ, આ ક્રમમાં, ભાવનગર રેલ્વે મંડળના ત્રણ કર્મચારીઓ, શ્રી મનીષકુમાર ભીમજી (કી-મેન, સાવરકુંડલા), અરૂણ કુમાર સિંહ (ગેટ કીપર-વેરાવળ) અને રાજકુમાર બંધારા (કી-મેન, સાવરકુંડલા) ને ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલ દ્વારા “મે-૨૦૨૨ના ઉત્કૃષ્ટ કર્મચારી” તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ડિવિઝનલ રેલ્વે મેનેજર દ્વારા પ્રશંસનીય કાર્ય માટે ઉપરોક્ત કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે, મે, ૨૦૨૨ ના મહિના માટે, “ઉત્તમ કર્મચારી” તરીકે જાહેર કરવામાં આવ્યા તથા મેડલ અને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા.