લોકસભા ઈલેક્શનમાં કોંગ્રેસની બધી ગણતરી ઊંધી પાડીને કોંગ્રેસના જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળજી આજે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષથી નારાજ ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપના ખોળામાં જઈને બેસ્યા છે. કુંવરજી બાવળીયાએ આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવાદીના નિવાસસ્થાને તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામુ સોંપ્યું હતું. આજે બપોરે કુંવરજી બાવળીયા ભાજપમાં વિધિવત રીતે જોડાશે. તો બીજી તરફ કમલમમાં તેમના સ્વગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા. બાવળીયાને ભાજપમાં કેબિનેટમાં મહત્ત્વનું સ્થાન સોંપાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, તેમને કેબિનેટ મંત્રી બનાવાશે, અને તેમને શિક્ષણ અને પાણી પુરવઠા ખાતુ સોંપાય તેવી શક્યતાઓ છે. તેઓ આજે સાંજે ૪ વાગ્યે મંત્રી તરીકેના શપથ લેશે. ત્યારે આમ, ભાજપનું ઓપરેશન સફળ રહ્યું કહેવાય.
રાહુલ ગાંધીની સ્ટ્રેટેજી ગુજરાતમાં બુમરેન સાબિત થઈ છે. કારણ કે, યુવાનોને નેતૃત્વની કમાન સોંપવાની બાબતથી પક્ષના સીનિયર નેતા નારાજ થયા હતા. જેથી જીવાભાઈ, ઈન્દ્રનીલ રાજ્યગુરુ બાદ હવે કુંવરજી બાવળીયાએ પણ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. આમ, કોંગ્રેસમાં રાજીનામાની હેટ્રિક સર્જાઈ છે. બીજી તરફ, કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ સિનીયર નેતાઓની નારાજગી ખાળવામાં નિષ્ફળ નિવડ્યા છે. આમ, કુંવરજી બાવળીયાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડશે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ ખાતે ભાજપની બે દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કોંગ્રેસના પીઢ નેતા અને કોળી સમાજના અગ્રણી એવા કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાવાની વાત અંગે પણ ખુલાસો કર્યો હતો. વાઘાણીએ જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટી પોતાની શક્તિમાં ઉમેરો કરવા માંગતી હોય છે. હાલ કોઇ વ્યક્તિ સાથે અમારે ચર્ચા નથી થઈ. પરંતુ કોઇપણને આવવું હોય તો ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું છે.
ઈઝરાયલથી આવ્યા બાદ બાવળિયાએ ઝ્રસ્ સાથે બેઠક યોજી હતી. બાવળિયાને કેબિનેટ મંત્રી બનાવાશે. તેમજ શિક્ષણ અને પાણી પુરવઠાના મંત્રી બનાવાશે.સોમવાર બપોરથી મ્ત્નઁ દ્વારા ઓપરેશન ચાલી રહ્યું હતું. બાવળિયાની માગણી મહેસુલ વિભાગની પણ હતી પરંતુ મ્ત્નઁએ મહેસુલ વિભાગ આપવાની ના પાડી છે. સોમવાર મોડી રાતથી બાવળિયા અજ્ઞાત સ્થળે છે.
તેઓને રાજીનામું અપાવ્યા બાદ ૬ મહિનામાં ફરીથી ચૂંટણી લડાવાશે. બાવળિયાને ફરીથી જસદણના જ ચૂંટણી જંગમાં ઉતારાશે.
આજે તેમની શપશવિધિ બાદ ૫ તારીખે જસદણમાં મ્ત્નઁનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસ કોળી સમાજની કદર નહોતું કરતું. કુંવરજી બાવળિયાને મ્ત્નઁમાં આવકારાશે. બાવળિયાને મંત્રી મંડળમાં સ્થાન અપાશે. બાવળિયા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. તેમણે રાહુલ ગાંધીને ઈ-મેઈલથી રાજીનામું મોકલ્યું હતું. કુંવરજીએ તેમની લાગણી વ્યક્ત કરી હતી, જેનો અમે સ્વીકાર કર્યો છે. તમામ સમાજને સાથે રાખી સરકાર કામ કરશે. આમ, કુંવરજી બાવળીયાના રાજીનામાથી કોંગ્રેસના મોવડીઓમાં સન્નાટો છવાયો છે.