હજુર પાયગા રોડ પરની મોબાઈલ શોપમાંથી રૂા. રપ હજારની ચોરી

772
bvn7-10-2017-4.jpg

શહેરના નવાપરા હજુપાયગા રોડ પર આવેલ મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી દુકાનનું શટર તોડી અંદર પ્રવેશી રોકડ મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતા ગંગાજળીયા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો પરંતુ મોડી સાંજ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ ન હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના નવાપરા હજુપાયગા રોડ રોયલ કોમ્પલેક્ષની સામે આવેલ મુસ્તુફાભાઈ દાઉદભાઈ મહેતરની આર્યન મોબાઈલ કેરની દુકાનને ગત રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી દુકાનનું શટર તોડી ગલ્લામાં રાખેલા રપ હજાર રોકડાની ચોરી કરી નાસી છુટયા હતા. 
બનાવની જાણ થતા મુસ્તુફાભાઈએ ગંગાજળીયા પોલીસને કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ બનાવની તપાસ હાથ ધરી હતી. જો કે મોડી સાંજ સુધી પોલીસ મથકમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવા પામી ન હતી.