રાજુલા ખાતે સંસ્કૃતિ વિદ્યાલયમાં શરદપુર્ણિમા રાસોત્સવની ઉજવણી

767
guj8102017-4.jpg

નવસર્જન ગુજરાત અંતર્ગત પીઠાભાઈ ખોડાભાઈ નકુમ દ્વારા શરદપુર્ણિમા રાસોત્સવની ઉજવણી સંસ્કૃતિ વિદ્યાલય રાજુલાના વિશાળ- પટાંગણમાં કરવામાં આવી. રાજુલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના અનેક રસિક ખેભૈયાઓએ રંગબેરંગીતથા ટ્રેડીશનલ પોશાકમાં સજજ થઈ રાસ-ગરબાની રમઝટ બોલાવેલ.
આ પ્રસંગે પીઠાભાઈ છત્રજીતભાઈ ધાખડા, બાબુભાઈ રામ, બાબુભાઈ જાલંધરા, દિપકભાઈ ત્રિવેદી, અજયભાઈ ખુમાણ, જયદેવભાઈ વરૂ, ડો. રમેશભાઈ હડીયા, વલ્લભાઈ તથા કરણભાઈ કાંટડીયા, રવિભાઈ ધાખડા તેમજ એનએસયુઆઈની સમગ્ર ટીમ, રોહન ગોસ્વામી, ફિરોઝભાઈ બ્લોચ, સોનલબેન હડીયા, વીણાબેન તથા અંબાબેન કુમ, નીતાબેન જોષી તથા સંસ્કૃતિ વિદ્યાલયનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહેલ. અંતમાં વિજેતા ખેલૈયાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમ નરેન્દ્રભાઈ નકુમ તથા વિજયભાઈ ગોસ્વામીએ જણાવેલ. 

Previous articleમોદી આજે માદરે વતન વડનગર ખાતે પહોંચશે
Next articleભુરખીયા હનુમાનજી મંદિરે અઢી કિલો સુવર્ણ અલંકારોની દાતા તરફથી ભેટ