જેના અનેક જવાબો હોય છે તેવા પ્રશ્ન ‘શું થયું’ની અદ્‌ભૂત રજૂઆત કરી ગુજરાતી ફિલ્મ ‘શું થયું ?’

1368

એમ.ડી. મિડીયા કોર્પ અને બેલવડેર ફિલ્મની આગામી ગુજરાતી ફીલ્મમાં એક સનાતન અને વારંવાર પુછતો પ્રશ્નુ ‘શું થયું ?’ની હાસ્યનું હુલ્લડ મચાવતી રજુઆત કરી ગુજરાત ફિલ્મ છે.

ચાર મિત્રોની વાત મનન, ચિરાગ, નિલ અને વિરલ. આમાનો એક મનન દિપાલી સાથે લગ્ન કરવાનો છે પણ તે મિત્રો સાથે ક્રિકેટ રમવા જાય ત્યાં માથામાં વાગતા સ્મૃતિ વિહિન બની જાય છે. તે દિપાલીને પણ ભૂલી જાય છે અને આ વાત ફકત મિત્રો જ જાણે છે. ત્યારે શું મનનનાં લગ્ન દિપાલી સાથે થશે ? શું મનની સ્મૃતિઓ – યાદદાસ્તા પછી આવશે ? આપણાં જીવનમાં પણ આવા અનેક સમયે આપણે પણ બોલતાં હોઈએ છીએ કે ‘શું થયું ?’

ફિલ્મમાં છેલ્લા દિવસની સમગ્ર ટીમ ફરી એકવાર ચમકી રહી છે. જેમાં મલહાર ઠાકર, યશ સોની, કિંજલ રાજપ્રિયા, મિત્ર ગઢવી અને આર્જવ ત્રિવેદી જેવા જાણીતા કલાકારો ચમકી રહ્યા છે.

ફિલ્મનું નિર્માણ મહેશ દાનન્વર અને વૈશલ શાહે કર્યું છે. તો લેખક – દિગ્દર્શક કૃષ્ણ દેવ યાજ્ઞિક છે. ફિલ્મમાં ત્રણ ગીતો છે જે ભાર્ગવ પુરોહિતે લખ્યા છે. કેદાર ભાર્ગવના સંગીતમાં કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી, ભુમિક શાહ અને શ્રધ્ધા મહેતાના સ્વર મળ્યો છે. ફિલ્મનું શુટીંગ અમદાવાદમાં જ થયું છે. કેમેરામેન પ્રશાંત ગોહિલે એક નવા જ સુંદર અમદાવાદને પડદે ઉતાર્યું છે. એ વાત ચોક્કસ છે કે ‘શું થયું ?’ જોઈ પ્રેક્ષકો અચુક બોલી ઉઠશે અરે ! આતો અફલાતુન કોમેડી.