કેરળ પૂરગ્રસ્ત માટે પેટીએમ માલિકે દસ હજારનું દાન આપતા ટ્રોલ થયા

851

 

 

ઁટ્ઠઅંદ્બ ના અબજોપતિ માલિક વિજય શેખર શર્માએ કેરાલામાં આવેલી પુરની આફત માટે માત્ર ૧૦૦૦૦ રૂપિયાનું દાન કરતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે.

વિજય શેખર શર્માએ ટ્ઠઅંદ્બ થકી ૧૦૦૦૦ રૂપિયા કેરળની આપદા માટે આપ્યા હોવાનું ટિ્વટ કરીને અન્યોને પણ આગળ આવીને સહાય કરવા અપીલ કરી હતી. જોકે સોશિયલ મીડિયા યુઝર્સે તરત શેખર શર્માની ફીરકી લેવા માંડી હતી. અબજોપતિ હોવા છતાં માત્ર ૧૦૦૦૦ ડોનેટ કરનાર વિજય શર્માને એક યુઝરે કહ્યું હતું કે ૧.૭ અબજ ડોલરની સંપત્તિના માલિક વિજય શર્મા ૧૦૦૦૦ રૂપિયાનું જંગી દાન આપીને સેલ્ફ પ્રમોશન કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ટ્રોલ થયા બાદ વિજય શર્માએ ટ્વીટ હટાવી લીધુ હતું. આ પહેલા પણ સેનાના ધ્વંજ દિવસ નિમિત્તે ૫૦૧ રૂપિયા આપીને લોકોના નિશાના પર આવ્યા હતા.