રાણપુરના જડેશ્વર મહાદેવને સુકા મેવાનો અન્નકુટ ધરાવાયો

645

સમગ્ર ભારતમાં શ્રાવણ મહિના દરમ્યાન દરેક શિવ મંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ જામતી હોય છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં ભાદર નદી અને ગોમાં નદીની વચ્ચે આવેલ સુપ્રસિધ્ધ જડેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ મહિનાના ચાર સોમવાર ભાદર નદીમાં મેળો યોજાય છે અને શિવભક્તો મોટી સંખ્યામાં મંદિરે દર્શન માટે આવે છે ત્યારે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભગવાન મહાદેવને સુવામેવાનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો જેના દર્શન મોટી સંખ્યામાં શિવભક્તોએ કર્યા હતા