બોક્સર અમિતે 49 કિગ્રામાં ગોલ્ડ મેડલ જીત્યો

1148

એશિયન ગેમ્સ-2018ના ચૌદમા દિવસે ભારતને વધુ બે ગોલ્ડ મળ્યા છે. બોક્સર અમિત પંઘલે 49 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમિતે ઉઝબેકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન હસનબોય દુસ્મતોવને હરાવ્યો હતો.  અમિતે ફાઇનલ મુકાબલો 3-2થી જીતી લીધો હતો. ભારતના હવે કુલ 67 મેડલ થઈ ગયા છે.  અમિત અને હસનબોય વચ્ચેનો ફાઇનલ મુકાબલો રોમાંચક રહ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડાલિસ્ટ અમિતે સેમિ ફાઇનલમાં ફિલિપાઇન્સના પાલમ કાર્લોને 3-2થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

આ સાથે જ 2018ની એશિયન ગેમ્સમાં ભારતના 15 ગોલ્ડ મેડલ થઈ ગયા છે. આ પહેલા ભારતે 1951માં પ્રથમ એશિયન ગેમ્સમાં 15 મેડલ જીત્યા હતા. આમ આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.