આલિયા ભટ્ટે ફી વધારી દેતા કેટલાક નિર્માતા પરેશાન છે

898

આલિયા ભટ્ટે એકાએક ફિલ્મમાં કામ કરવા માટે પોતાની ફીને વધારી દેતા નિર્માતા નિર્દેશકોની પરેશાની વધી ગઇ છે. કારણ કે આલિયાને ફિલ્મમાં લેવા માટે હવે તેમને વધારે નાણા ખર્ચ કરવા પડશે. હાલના દિવસોમાં બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી આલિયાા ભટ્ટ ઉજવણી કરી રહી છે. તેમની હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ રાજી બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ છે. બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી ગયેલી રાજીની સફળતા બાદ તે સ્ટારડમ વધી ગયા બાદ વધારે ફી લેતી સ્ટાર બની ગઇ છે. આલિયા ભટ્ટે હવે પોતાની ફી વધારી દીધી છે. એવા હેવાલ મળ્યા છે કે હજુ સુધી એક ફિલ્મમાં કામ કરવા માટે પાંચ કરોડની ફી લેનાર આલિયા ભટ્ટ હવે નવ કરોડ ફી લેવાનો નિર્ણય કરી ચુકી છે. અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો તે હવે જે ફિલ્મ કરી રહી છે તેમાં કામ કરવા માટે તેને નવ કરોડ રૂપિયા મળી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં આશરે એક ડઝન જેટલી ફિલ્મો કરી ચુકેલી આલિયાની મોટા ભાગની ફિલ્મો સફળ રહી છે. રાજીની સક્સેસ પાર્ટી વેળા કરણ જોહરે કહ્યુ હતુ કે હજુ સુધી આલિયાએ જેટલી પણ ફિલ્મો કરી છે તેમાં માત્ર શાનદાર અપેક્ષા મુજબ સફળ રહી નથી.