પાડરશીંગા ગામે જળજલણી એકાદશી નિમિત્તે બટુક ભોજન

871

પાડરશીંગા ગામે આવેલ પ્રાચીન દાનબાપુની જગ્યા સુરાબાપુના દેવળે પરંપરા મુજબ જલજીલણી એકાદશી  નિમિત્તે ઠાકર ભગવાનને લઈ જલજીલણી જઈ શ્રધ્ધાના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવેલ.

ભાદવરા સુદ ૧૧ના દિવસે સુરાબાપુને કુંભનાથ મહાદેવે દર્શન દઈ વાતચીત કરી હતી. આ ઐતિહાસિક અને ધર્મના પ્રતિક સમા ભગવાન – ભક્તના મિલનથી આ ધરા પવિત્ર થતા આજે પણ વર્ષોથી આ જ ગ્યાનું અનેરૂ મહત્વ છે. આ દેવળના મહંત જ્ઞાન દાસજીના માર્ગદર્શન મુજબ પાડરશીંગાના દાનભાઈ ખુમાણ તરફથી સુરકુંભેશ્વર મહાદેવ મંદિરે દિપમાળા કરી બટુક અને મહિલા મંડળને ભોજન કરાવવામાં આવેલ.

Previous articleરાણપુરમાં જલજીલણી અગીયારસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી
Next articleશેત્રુંજી ડેમ ક્લસ્ટરમાં ખેલ મહાકુંભ અંતર્ગત બાળ રમતોત્સવની ઉજવણી