સુરેન્દ્રનગરમાં  કપડા ધોવા ગયેલી ૪ મહિલાઓ ડૂબી, ૨ પુત્રીઓ, માતા-જેઠાણીનાં મોત

1087

સુરેન્દ્રગરના એક પરિવારની ચાર મહિલાઓના ડૂબી જતાં મોત નિપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે, ઘટનાની જાણ થતા જ રેસ્કૂલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકોમાં બે પુત્રી તથા તેની માતા અને તેની જેઠાણીનાં મોત થયાનું બહાર આવ્યું છે. પ્રાથમિક વિગત પ્રમાણે મૂળીના ગઢાદ ગામે ચાર મહિલાઓના ડૂબી જવાથી મોતની ઘટના પ્રકાશમાં આવી છે. તમામ મહિલાઓ તળાવમાં કપડાં ધોવા ગઇ હતી, જેમાં એક બીજાને બચાવવાના પ્રયાસમાં ચારેય ડૂબી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા જ રેસ્ક્યૂ ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોટ્‌ર્મ અર્થે મુળી ખસેડ્‌યા હતા.