સીન્ટેક્ષ કંપનીમાં અકસ્માતે મૃત્યુ પામેલ યુવતીના પરિવારને ૪ લાખની સહાય

630
guj3112017-1.jpg

લુણસાપુરની સીન્ટેક્ષ કંપનીમાં અકસ્માતે નાગેશ્રીની પૂજા સોલંકીના થયેલ મોતના વળતર પેટે તે જ દિવસે રૂા.૧ લાખ અને મંજુર થયેલ રૂા.૪ લાખનો ચેક કંપનીના અધિકારીઓ માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂની હાજરીમાં અર્પણ કરાયો હતો.
લુણસાપુરની સીન્ટેક્ષ કંપનીમાં કામ કરતી નાગેશ્રી ગામની પૂજા સોલંકી અકસ્માતે મશીનમાં આવી જતા ૩૦૦૦ યુવતીઓ દ્વારા આંદોલન થયેલ. જે માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ દ્વારા આંદોલન સમેટાયેલ. જેમાં પ્રતિનિધિ હરપાલભાઈ વરૂ, વિજયભાઈ કોટીલાની મધ્યસ્થીમાં કંપનીના અધિકારી પ્રશાંત પંડ્યા, દલજીતસિંહ ડો.નવીનભાઈ, મલ્હોત્રાભાઈ તેમજ ભાવદિપ ભાઈની જહેમતથી પૂજાની ક્રીયા માટે તાત્કાલિક ૧ લાખ રૂપિયાનો ચેક આપેલ. ત્યારબાદ કંપની દ્વારા મંજુર થયેલ રૂા.૪ લાખ રૂપિયાનો ચેક નાગેશ્રી ખાતે માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂની હાજરીમાં પૂજાના પિતા જીવણભાઈને અર્પણ કરાયો હતો.