વાહન વ્યવહાર વિભાગની કચેરીઓ- ચેક પોસ્ટ ઉપરPOS માટે SBI સાથે સમજૂતી કરાર

757
gandhi952017-4.jpg

ડિજિટલ અને કેશલેસ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રાજ્યની વાહન વ્યવહાર વિભાગની કચેરીઓ અને વિવિધ ચેક પોસ્ટ ઉપર પોઇન્ટ ઓફ સેલ (ર્ઁંજી) મશીન માટે આજે ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી વલ્લભભાઇ કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વાહન વ્યવહાર વિભાગ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વચ્ચે સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા. 
રાજ્યના નાગરિકો ઓન લાઇન પેમેન્ટ કરી શકે તે હેતુથી આગામી સમયમાં રાજ્યની આરટીઓ કચેરીઓ સહિત વિવિધ ચેકપોસ્ટ ઉપર ૧૦૦ ર્ઁંજી સ્વાઇપ મશીન મૂકવામાં આવશે. આ સ્વાઇપ મશીનનો દરેક અરજદાર સ્વૈચ્છિક રીતે પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરી શકશે. 
આ સમજૂતિ પ્રસંગે વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ વિપુલ મિત્રા, વાહન વ્યવહાર કમિશનર આર. એમ. જાદવ, અમદાવાદ સર્કલના એસબીઆઇ ના ચીફ જનરલ મેનેજર સંજીવ નૌતિયાલ, શબનમ રાણા, વાહન વ્યવહાર કમિશનરની કચેરીના ખાસ ફરજ પરના અધિકારી જે. એન. વાઘેલા સહિત વાહન વ્યવહાર વિભાગ અને એસબી આઇના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.